કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં ૨૦૦૯માં નિમણૂક પામેલા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરોએ તેમના હોદ્દાની આગળ સિનિયર લગાવવાનું રહેશએ જ્યારે ૨૦૧૯માં નિમણૂક પામેલા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરનો હોદ્દા આગળ જુનિયર લગાવવાનું રહેશે. જે કારણે હવે નવો વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત સિનિયર આસિ. મ્યુનિ. કમિશનરને બજેટ બુકીંગ, ઠરાવ, એમબી રેકર્ડ તેમજ બિલ બનાવ્યાથી પેમેન્ટ સુદીની હાલની ઝોનલ લેવલથી થતી કાર્યપદ્ધતિ યથાવત રાખવાનું ઠરાવ્યું છે. શહેરમાં આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરના પદ આગળ પણ હવે સિનિયર – જુનિયર જેવા ટેગ ફરજીયાત લગાવવાના રહેશે તેવો પરિપત્ર મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. જે બાબતે ભારે વિવાદ ઉભો થયો છે. મ્યુનિ.માં ઇજનેર વિભાગ સહિત અન્ય તમામ વિભાગોમાં અલગ અલગ સમયે ભરતી થયેલા અધિકારીઓ આગળ સિનિયર – જુનિયર લગાવવામાં આવતાં નથી પરંતુ આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરના કિસ્સામાં આવા પદ લગાવવાનો આદેશ કરાયો છે.
૨૦૧૯માં નિમણૂક પામેલા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરના હોદ્દા આગળ જુનિયર લગાવવાનું રહેશે

Recent Comments