અમરેલી: ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના જન્મદિન નિમિત્તે કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી દ્વારા “કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ-2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની મહેનત, લગન અને પ્રતિભાને બિરદાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી વિધાનસભા વિસ્તારની ૭૧ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના કુલ ૪૧૫ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી,ભાવેશભાઈ ભાલીયાએ ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને વાલીઓનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી મનીષભાઈ સિદ્ધપરા એ કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો ટૂંકો પરિચય આપ્યો હતો.
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી સતત પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓની પ્રતિભાને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તે માટે સમાજના દરેક વર્ગે સહયોગી બનવું જોઈએ. આવા સન્માન સમારોહ વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપે છે.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે “કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ-2026” હેઠળ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા કુલ ૪૧૫ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન માંગરોળીયા, અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ પ્રતિનિધિ શ્રી નિકુલભાઇ માંડણકા, કુકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી, યોગેશભાઈ પાનસુરીયા, કુકાવાવ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રી, અરવિંદભાઈ કાકડીયા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ લાખાણી, કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ વાસાણી, અમરેલી શહેર ભાજપ પ્રમુખશ્રી વિજયભાઈ ચોટલીયા, અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી યોગેશભાઈ ગણાત્રા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મધુભાઈ હરખાણી, કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના સંયોજકશ્રી મનીષભાઈ સિદ્ધપરા, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા ના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઈ ભાલીયા, ઉપસ્થિત રહ્યા હતા
અંતે પ્રો. જે. એમ. તળાવિયાએ આભારવિધિ કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ સંચાલન ડોક્ટર કેતન કાનપરિયા એ કર્યું હતું.


















Recent Comments