અમરેલી

યુવા શક્તિનો વિજય: જેન-ઝી આંદોલન સામે સરકાર ઝૂકી, શિક્ષણ મંત્રીનું રાજીનામું

​​હુકમ ને દમદાટીના હવે 

દિવસો ગયા ફ્રેન્ડઝ,

યુવાનોની એકતા સામે                          આખીય દુનિયા ઝૂકે છે.

​તર્ક ને સત્યનો હાથ ઝાલીને                      ચાલ્યા છે જેન-ઝી,

પરિણામ વગર હવે ક્યાંય                     

કોઈના ચરણ અટકે છે.

–“પાંધી સર” 

ફ્રેન્ડઝ અને ગાઈઝ સાથે સંબોધન કરવાનો યુગમાં દેશભરમાં યુવા પેઢી (જેન-ઝી) દ્વારા ચલાવવામાં આવી રહેલા વિરોધ આંદોલનના પરિણામે દેશના રાજકારણમાં અને સમાજમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. યુવાનોની બુલંદ બનેલી અવાજ સામે અંતે સરકારે નમતું જોખવું પડ્યું છે અને શિક્ષણ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આ ઘટનાક્રમને પગલે દેશભરમાં યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

​જેન-ઝી આંદોલન અને લોકશાહીનો વિજય

​શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ દિલ્હીના જંતર-મંતર ખાતે CJP ના ફાઉન્ડર અભિજિત દીપકે યુવાનોને સંબોધતા આ પરિણામને ‘લોકશાહીની જીત’ ગણાવી હતી. તેમણે વિજયની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે! લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા અને ક્રાંતિ શક્ય નથી, પણ આજે દેશના યુવાનોએ ક્રાંતિ કરીને બતાવી છે. હું જ્યારે પરદેશથી આવ્યો ત્યારે અનેક સવાલો હતા, પરંતુ આજે આ દેશના યુવાનોની એકતા સામે સરકારે ઝૂકવું પડ્યું છે.”

*​નવી પેઢી સાથે હુકમ નહીં પણ સંવાદ જરૂરી–મોહન ભાગવત*

​બીજી તરફ, દેશમાં ચાલી રહેલા જેન-ઝી આંદોલન અને યુવાનોની બદલાતી માનસિકતા અંગે RSS ના વડા મોહન ભાગવતે પણ મહત્વપૂર્ણ ટકોર કરી છે. એક કાર્યક્રમ દરમિયાન નવી પેઢીના અભિગમ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આપણા બાળપણના સમયમાં આજ્ઞાપાલનનો જમાનો હતો, પણ હવે સ્થિતિ બદલાઈ છે. આજની નવી પેઢી દરેક વાત પર સવાલો પૂછે છે અને તે સહજ છે.”

​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આપણે યુવાનો પર પોતાના વિચારો થોપવાના બદલે તેમની સાથે પ્રેમથી સંવાદ સાધવો પડશે. તેમને દરેક વાત પાછળનું તર્ક અને કારણ સમજાવવું પડશે. આપણે તેમની સાથે સમય વિતાવવો પડશે અને પોતાનાપણાની લાગણી આપવી પડશે. આજના સમયમાં હુકમ ચલાવવાના બદલે સહમતી સાધવી અને ચર્ચા કરવી જરૂરી છે.”

*​બદલાતા ભારતનો નવો સંકેત*

​શિક્ષણ મંત્રીનું રાજીનામું અને યુવાનોની માગણીઓ પ્રત્યે કાનૂની તેમજ સામાજિક સ્તરે વધી રહેલી જાગૃતિ એ વાતનો પુરાવો છે કે દેશનો યુવા વર્ગ હવે માત્ર શ્રોતા બનીને રહેવા તૈયાર નથી. *‘સત્યમેવ જયતે’ના નારા સાથે યુવાનોનો અવાજ આજે માત્ર સંભળાઈ નથી પરંતુ નીતિ-નિર્ધારકોને નિર્ણયો બદલવા માટે મજબૂર પણ કરી શકી છે.*

Related Posts