ઉમરાળા ના ટીમ્બિ હોસ્પિટલ ને શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ફાઉન્ડેશન – રાજકોટ દ્વારા અનુદાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી. ભાવનગર) મા શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા આ ટ્રસ્ટના વડીલશ્રી શંભુભાઈ પરસાણા તેમજ પરિવારજનો શ્રી ગોવિંદભાઈ પરસાણા, શ્રી પ્રશાંતભાઈ પરસાણા તથા તેમના મિત્રશ્રી ડો મનોજ મહેતા ની ઉપસ્થિતીમાં તા.૧૫/૬/૨૦૨૬ ના રોજ રુસ્વ-૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાના અનુદાનનો ચેક શ્રી ભરતભાઈ પરસાણા ના હસ્તે હોસ્પીટલના ટ્રસ્ટીશ્રી બી એલ રાજપરા ને અનુદાન સ્વીકારવા માટે નિમંત્રણ આપી રાજકોટ મુકામે પ્રશાંત કાસ્ટેક પ્રા.લિ. ની કોર્પોરેટ ઓફીસમાં અર્પણ કરવામાં આવેલ છે. આ તકે આ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલને કાયમી મદદરૂપ થવાની ભાવના દર્શાવી છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ફાઉન્ડેશન પરિવારના તમામ સભ્યોનો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે.
સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ફાઉન્ડેશન – રાજકોટ દ્વારા ૫.૦૦.૦૦૦ અનુદાન
















Recent Comments