ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.
આજરોજ અમરેલીના દેવરાજીયા મુકામે ૮૫ વર્ષના વરિષ્ઠ મતદાતા જાનકીદાદા અગ્રાવતે મતદાન કરીને સૌ નાગરિકોને પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
મજબૂત સ્થાનિક સ્વરાજ માટે મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદાન મથકોના સ્થળ પર પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


















Recent Comments