લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે નવમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પયોજાયો.

લાયન્સ કલબઝ ઇન્ટરનેશનલની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંતર્ગત અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી સહયોગથી નવમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ રળિયાતબા ઘર – ધારી મુકામે તા.૧૧-૦૨-૨૦૨૫ ને મંગળવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ હતો. આંખના રોગ જેવા કે મોતિયો, જામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, કીકી, પડદા તથા આંખના અન્ય રોગોની તપાસ નિષ્ણાત ડૉ. કાનનબેન સેદાણી અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું વિતરણ
કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૭૧ આંખ રોગના દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૪ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાંઆવેલ હતું.
દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરી કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ૧૪ વ્યક્તિઓને ચશ્મા બનાવી આપવામાં આવેલ હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી ડિસ્ટીક્ટ ચેરમેન લાયન જયેશભાઈ પંડયા, પૂર્વ પ્રમુખ લાયન પ્રા. એમ. એમ. પટેલ, ટ્રેઝરર લાયન સાહસ ઉપાધ્યાય, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન શરદભાઈ વ્યાસ અને તેમજ રળિયાતબા ઘરના ડૉ . વી. પી. વાઘેલા અને ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના શ્રી શિવરાજભાઈ વાળા અને શ્રી મુન્નાભાઈ ભાદરવા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઇ ભટ્ટ અને નિલેશભાઈ ભીલની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણીની યાદી જણાવે છે.
Recent Comments