fbpx
ગુજરાત

ગુજરાતમાં ઘણી જગ્યાએ છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડી વધવાની સંભાવના

ગુજરાતમાં શનિવારે સવારે ઘણી જગ્યાએ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયુ ગયું હતું. જેના કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સહિતના રાજ્યના ધોરી માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો. ધુમ્મસને લીધે વીઝિબ્લિટી ૧૦ ફૂટ રહી ગઇ હતી. તો અમુક સ્થળોએ ૫ મીટરથી આગળ સ્પષ્ટ દેખાતું નહતું. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. ઘણા લાંબા સમય પછી સુરતમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી કરતા ઓછું નોંધાયું છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો જાેવા મળ્યો હતો. ધુમ્મસ છંટાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો થઇ શકે છે. હાલ કાતિલ ઠંડી જેવો અહેસાસ થતો નથી. પરંતુ આવનારા દિવસોમાં ઠંડી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
પવન ઉત્તરથી ૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. એક્સપ્રેસ હાઈવે પર ૧૦૦થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે, પરંતુ અત્યારે ધુમ્મસને કારણે ચાલકો૩૦- ૪૦ની સ્પીડે વાહન ચલાવવા મજબીર છે. કારણ કે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય છે. પાંચ દિવસ પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે ૭૦થી વધારે વાહનોની ટક્કર થઈ હતી. સદનસીબે કોઈપણ જાનહાનિ પહોંચી ન હતી. બાદમાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.
છેવટે આઠ કલાકની અંધાધૂંધી પછી વાહન વ્યવહાર પૂર્વવત્‌ થયો હતો. ગભરાયેલા વાહનચાલકો પાર્કિંગ લેનમાં ઊભા રહી ગયા હતા. બીજી તરફ, હાઈવે પેટ્રોલિંગે વાહનચાલકોને માઈક દ્વારા વાહન ૩૦થી પણ ઓછી સ્પીડે ચલાવવાની સૂચના આપી હતી. હવામાન વિશેષજ્ઞ જણાવે છે, રેડિએટિવ કૂલિંગની અસરોને કારણે અમદાવાદમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે રસ્તા પર ૧૦ મીટર દૂરનું પણ કશું જાેઈ શકાતું ન હતું. દર શિયાળે બેથી ચાર વખત રેડિએટિવ કૂલિંગને લીધે આવું ધુમ્મસ સર્જાતું હોય છે. રાત્રે ખુલ્લી જગ્યામાં હવા ઠંડી થાય છે જેને રેડિએટિવ કૂલિંગ કહે છે, જ્યારે પવનની ગતિ ધીમી હોય અને આકાશ સ્વચ્છ હોય ત્યારે રેડિએટિવ કૂલિંગની પ્રક્રિયા ઝડપી બને છે.

Follow Me:

Related Posts