fbpx
બોલિવૂડ

બોબી બાદ સની દેઓલની ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી

બોલીવૂડ એકટર અને સાંસદ સની દેઓલ હાલ પોતાની આવનારી સીરીઝ જી-૧૯ને લઇને ચર્ચામાં છે. તે ઝીફાઇવ પ્રોડકશન સાથે પોતાનું પ્રથમ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. સની રાજકારણ અને ફિલ્મ કારકિર્દી એમ બન્નેમાં હાલ સંપૂર્ણયોગદાન આપી રહ્યો છે. તે હવે જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર જાેવા મળવાનો છે.

આ સિરીઝનું શૂટિંગ હાલમ મુંબઇના મડ આઇલેન્ડમાં ચાલી રહ્યું છે. સનીની વેબ સિરીઝ વિશે વધુ કોઇ માહિતી મળી નથી. જાેકે એમ કહેવાય છે કે, બોબી દેઓલને વેબ સીરીઝમાં સફળતા મળી હોવાથી સનીને પણ ભાગ્ય અજમાવાનું મન થયું છે. સની છેલ્લે રૂપેરી પડદે ફિલ્મ બ્લેકમાં જાેવા મળ્યો હતો.

આ ફિલ્મ સાલ ૨૦૧૯માં રિલીઝ થઇ હતી. તેણે પોતાના પુત્ર કરણને લોન્ચ કરવા માટે પલ પલ દિલ કે પાસનું દિગ્દર્શન પણ કર્યું હતું જાેકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઝાઝુ ઉકાળી શકી નહોતી.સની દેઓલ ફિલ્મ અપનેના બીજા હિસ્સા અપને ટુની તૈયારી કરી રહ્યો છે. જેમાં દેઓલ પરિવારના અભિનેતાઓ જાેવા મળવાના છે.

Follow Me:

Related Posts