દામનગર સીતારામ આશ્રમ ઢસા રોડ ખાતે ૧૭ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ સેવક સમુદાય આયોજિત ૧૭ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૧૪ નવદંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ પાઠવતા સંતો દામનગર સીતારામ આશ્રમ ઢસા રોડ ખાતે ૧૭ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૧૪ નવદંપતી ઓને ત્રણ પાળી માં સપ્તપદી ની દીક્ષા અપાય નવદંપતી ને રાષ્ટ્ર દેવો ભવ ની શીખ કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન ના ચુસ્ત પાલન સાથે ત્રણ પાળી થી માં ૧૪ નવદંપતી ઓ ગૃહસ્થ ધર્મ થી જોડાયા હતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન સાથે સોશ્યલ ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક સેનીટાઇઝ નો સખત અમલ કરતા સ્વંયમ સેવકો સતત ખડે પગે સેવારત રહ્યા હતા સ્ટેજ કાર્યક્રમ બંધ રાખી દાતા શ્રી ઓ અને અનેકો મહાનુભવો એ સ્વંયમ શિસ્ત માટે આયોજકો ને આગ્રહ પૂર્વક ની વિનંતી કરી ૧૭ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં પહેલી વાર સીતારામ આશ્રમ માં પર્વેશતાજ ફરજિયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ સેનીટાઇઝ માટે સ્વંયમ સેવકો નું મોનિટરીંગ જોવા મળ્યું હતું પૂજ્ય દયારામબાપુ ની પાવન નિશ્રા માં ૧૪ નવદંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન ની શીખ આપતા સંતો એવમ ઉદારદિલ દાતા ની ઉપસ્થિતિ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા
Recent Comments