ગુજરાતમાં હવે કોરોના મહામારી બેકાબૂ બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને દિવસે ને દિવસે કોરોના વાયરસનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. ત્યાં જ અમદાવાદ અને સુરત શહેરની સ્થિતિ તો ખુબ જ વણસી ગઇ છે આ બંન્ને શહેરોમાં રાત્રિ કરફ્યૂ હોવા છતા કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. તેવામાં હવે વધુ એક સમાચારે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. હવે વાલીઓ માટે પણ ચિંતાજનક સમાચાર છે. કારણ કે, હવે બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. વડોદરાની જીજીય્ હોસ્પિટલમાં આઠ બાળકો કોરોના સંક્રમિત થતાં હાહાકાર મચી ગયો છે. ત્યાં જ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ૯ બાળકો કોરોના સંક્રમિત થતા સારવાર માટે આવ્યા છે. જેથી બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલોમં અલગથી એક વોર્ડ ઉભો કરી દેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે, વડોદરા ખાતે આવેલી જીજીય્ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આઠ બાળકો કોરોના પોઝિટિવ છે. ત્યાં જ સુરતમાં પણ નાના બાળકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. તો હવે અમદાવાદ શહેરમાં પણ ૧૧ વર્ષથી નાના ૯ બાળકોમાં કોરોના સંક્રમણ જાેવા મળ્યું છે. જેમની સારવાર સિવિલ હોસ્પિટલના એક અલગ વોર્ડમાં થઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા નવા વોર્ડમાં બાળકોની સારવાર દરમિયાન પોઝીટીવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળકોમાં કોરોનાનું ઝડપી સંક્રમણ ફેલાતાં આરોગ્યતંત્ર ચિંતામાં મુકાયું છે. કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જાેવા મળી રહ્યા છે. અને મોટા લોકોને અપાતી દવાઓ નાના બાળકોને આપી શકાતી નથી તેને કારણે પણ આરોગ્ય તંત્ર ચિંતામાં છે.


















Recent Comments