fbpx
અમરેલી

કોરોના મહામારીમાં ક્લેક્ટર એસ.પી. સુપરટેન્ડેન્ટ તબીબો સહિત કોરોના વોરિયર્સ ને બિરદાવતા ગજેરા…

અમરેલી કોરોના મહામારીમાં ક્લેક્ટર , એસ.પી.શ્રી, સુપરટેન્ડેન્ટ  તબીબો સહિત કોરોના વોરિયર્સ ને બિરદાવતા ગજેરા…કોરોના મહામારીના સેકન્ડ ફેજ માં રાત- દિવસ નિષ્ઠાથી ફરજ બજાવી અમરેલી જિલ્લા ને કોરોના મુક્ત કરાવવા જીવનના જોખમે કામ કરતાં જિલ્લા કલેક્ટર , આયુષ ઓક સાહેબ તેમજ એસ.પી. નિર્લિપ્ત રાય સાહેબ અને તમામ તબીબો ને હું અંતઃ કરણ થી વંદન કરું છું- વસંત

ગજેરા  ગજેરા ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પીટલમાં કોરોના મહામારીમાં સમગ્ર અમરેલી જિલ્લા માં ઊભી થયેલ કોરોના મહામારીમાં જિલ્લા ને કોરોના મુક્ત કરાવવા તથા કોરોનની જપેટ માથી બચાવવા જીવ ના જોખમે કામ કરતાં ખરા અર્થના કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠા થી ફરજ બજાવતા અમરેલી જિલ્લા ના ક્લેક્ટર , આયુષ ઓક સાહેબ, જિલ્લા પોલીસ વડા , નિર્લિપ્ત રાય સાહેબ, હોસ્પિટલ ડિન ડો. વિકાસ સિન્હા, ડો. શોભનાબેન મહેતા, આસિસ્ટન્ટ સુપ્રિટેડેન્ટ, સુપ્રિટેડેન્ટ ડો. જીતીય સાહેબ, સિવિલ સર્જન ,ડો. વાળા સાહેબ,ડો. હિમપરીખ- પરમોલોજિસ્ટ, ડો. રામાનુજ-માઇક્રો બાયોલોજિસ્ટ, ડો. બારૈયા, ડો. સતાણી , ડો.

વિજયભાઈ વાળા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી. પરમાર સાહેબ, પ્રાંત અધિકારી , ઊંધાડ સાહેબ, સિવિલ હોસ્પિટલ નો ઑક્સીજન વિભાગના તમામ કર્મચારીઓ, લેબોરેટરીએ વિભાગ, નર્સિંગ વિભાગ, મેડિકલ દવા વિભાગ, કેસ વિભાગ, આઈ.સી.યુ. વિભાગ, એબ્યૂલન્સ વિભાગ, સિક્યુરિટી વિભાગમાં નિષ્ઠા થી ફરજ બજાવતા સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ થી લય તમામ કામગીરી કરતાં કર્મચારીઓ કે જેઓ પોતાના જીવની ફરવા કર્યા વગર અમરેલી જિલ્લા ને કોરોના મહામારી થી બચાવવા કોરોના વોરિયર્સ ની ભૂમિકા ભજવતા તથા તમામ સિવિલ હોસ્પિટલ ની જવાબદારી સંભાળતા એમ.ડી. પીન્ટુ ભાઈ ધાનાણી સહિત તમામ કર્મચારીઓની સેવાને  હું વંદન કરું છું. તેમ વસંતભાઇ ગજેરાએ જણાવ્યુ હતું.

Follow Me:

Related Posts