સયાજીગંજ વિસ્તારમાંથી પોલીસે દારુની મહેફિલ માણસા છ શખ્સોને ઝડપી પાડ્યા
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ઓરિએન્ટલ બિઝનેસ સેન્ટરની નીચે દારૂની મહેફિલ માણતા ૬ શખ્સોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સયાજીગંજ પોલીસને વર્ધી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારના કડક બજારની પાછળ આવેલા ઓરિએન્ટલ બિઝનેસ સેન્ટરની નીચે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડો પાડતા હાથમાં દારૂના ગ્લાસ ભરીને મહેફિલ માણતા ૬ શખસ મળી આવ્યા હતા.
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલાઓમાં પિયુષ શંકરલાલ પટેલ(રહે, સાનિધ્ય ટાઉનશીપ, વાઘોડિયા રોડ, વડોદરા), પિંકલ હસમુખલાલ સોની(રહે, સંગમ એપાર્ટમેન્ટ, કારેલીબાગ, વડોદરા), વિશાલ મહેન્દ્રભાઇ શાહ(રહે, ભવાની સોસાયટી, કારેલીબાગ, વડોદરા), જીતેન્દ્ર દિલીપસિંહ મોહિતે(રહે, વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા), હરદીપ મનીષભાઇ શાહ(રહે, જવાહરનગર સોસાયટી, કારેલીબાગ, વડોદરા) અને જીગર મુકેશભાઈ સોની(રહે, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, ગોરવા, વડોદરા) નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસને સ્થળ ઉપરથી દારૂ ભરેલી કાચની બોટલ, બીયરના ૨ નંગ ટીન, પ્લાસ્ટિકના ગ્લાસ, વેફર અને નમકીનના પેકેટ મળી આવ્યા હતા. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments