વડોદરા રેલ્વે યાર્ડમાં મેમુના ત્રણ ખાલી ડબ્બામાં આગ લાગતા હડકંપઃ મોટી જાનહાની ટળી
મુસીબતોનું હબ બનેલા ગુજરાતના માથે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. આજે વડોદરા રેલવે યાર્ડમાં મેમુમાં મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુના ૩ ખાલી ડબ્બામાં વિકરાળ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો હતો. જાેતજાેતામાં આગે ત્રણેય ડબ્બાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા રેલવે સ્ટાફ-ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધીમાં ૩ બોગીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ કેબલ ટ્રિપ થતાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર મળ્યાં નથી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી, અને આગની ઘટના વખતે તે યાર્ડમાં બંધ હાલતમાં હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે સવારે વડોદરા રેલવે યાર્ડમાં બંધ પડેલી મેમુ ટ્રેનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેના કારણે ત્રણ ડબ્બાઓ આગમાં સ્વાહા થઈ ગયા છે. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયરબ્રિગેડને કરાતા કાફલો પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ પહેલા તો અકબંધ હતું. પરંતુ જાણવા મળી રહ્યું છે કે કેબલ ટ્રિપ થતાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જાે કે સદનસીબે આ ઘટનામાં મેમુ ટ્રેન યાર્ડમાં બંધ હતી, જેના કારણે મોટી ખુવારી રોકાઈ હતી. કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.
આ ઘટનાની માહિતી મળતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલવેના સ્ટાફ તથા ફાયર બ્રિગેડ દ્વ્રારા આગને કાબુમાં લાવી દીધી છે. હાલ વડોદરા રેલવે ડીઆરએમ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. જીઆરપી,આરપીએફ પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
Recent Comments