fbpx
અમરેલી

ગાવડકા ચોકડી થી રાધેશ્યામ હોટલ સુધી રોડની મરામત શરૂ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીની મહેનત રંગ લાવી

તાજેતરમાં જ ચોમાસાની સીઝન શરૂ હોય અને રોડની હાલત ઘણાં સમયથી અત્યંત બિસ્માર બની ગઈ હોય, જેને લીધે મુસાફરોને વાહન ચલાવવામાં ભારે હાડમારી વેઠવી પડતી હતી, લોકોની સમસ્યાને ધ્યાને લઈ કોગી પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઈજનેર (નેશનલ હાઈવે ઓથો.) તથા વિરોધપક્ષના નેતાને રોડની રજુઆત કરવામાં આવેલ હતી, જેને ધ્યાન લઈ તાત્કાલીક અસરથી રોડની મરામત શરૂ કરતા તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા કાર્યપાલક ઈજનેર (નેશનલ હાઈવે ઓથો.) તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીનો આભાર વ્યકત કર્યો હતો

.
Follow Me:

Related Posts