fbpx
ગુજરાત

ખોખરામાં પાણીની ટાંકીમાંથી યુવતની લાશ મળી આવતા ચકચાર મચી

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી મોહન એસ્ટેટમાં એક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. હત્યાની ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે. મોહન એસ્ટેટમાં આવેલા ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પરની પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશની હાલત એવી હતી કે તે પાણીની ટાંકીમાંથી નીકળી શકે તેમ ન હતી. આથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ફાયરના જવાનોએ લાશને બહાર કાઢવા માટે ટાંકીના કાપી નાખી હતી. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો બનાવ લાગી રહ્યો છે. હાલ પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.

મળતી માહિતી પ્રમાણે તીવ્ર જ દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે જાણ થતાં ખોખરા પોલીસ ઈન્સ્પેકટર વાય એસ ગામિતની સાથેનો કાફલો ઘટના પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

પોલીસનું માનવું છે કે આ બનાવ ત્રણેક દિવસ પહેલાનો હોવો જાેઈએ. એટલે કે યુવતીની હત્યા ત્રણ દિવસ પહેલા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે યુવતીની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીની ઓળખ કરવા માટે ગારમેન્ટમાં કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. આ મામલે છઝ્રઁનું કહેવું છે કે હાલ હત્યાનો બનાવ હોય તેવું લાગી રહ્યું છે. સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/