સ્વાતંત્ર્ય દિવસના પાવન પર્વ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોન (ગુજકોસ્ટ) ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સંગ્રહાલય અને બાલ ભવન અમરેલી પ્રેરીત ગુજકોસ્ટ તેજસ્વીની વિમેન્સ ક્લબ દ્વારા બાલભવન અમરેલી ખાતે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર્ય દિવસના પાવન પર્વ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોન (ગુજકોસ્ટ) ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સંગ્રહાલય અને બાલ ભવન અમરેલી પ્રેરીત ગુજકોસ્ટ તેજસ્વીની વિમેન્સ ક્લબ દ્વારા બાલભવન અમરેલી ખાતે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશભક્તિ નો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહીદ ભગતસિંહ, ભારતમાતા, વીર સૈનિક, સરદાર વલ્લભભાઈ પટેલ, ઝાંસીની રાણી લક્ષ્મબાઈનાં પાત્રોની વેશભૂષામાં બાળકોએ પોતાનો જુસ્સો દર્શાવ્યો હતો. આ ઉપરાંત શ્રાવણ મહિનાના તહેવારોને અનુલક્ષીને યશોદા કાન વેશભૂષા હરીફાઈ યોજાઇ હતી. કાર્યક્રમમાં અનીતાબેન વાજા પ્રથમ નંબરે આવેલ હતા. કાર્યક્રમમાં જજની ભૂમિકા મિલી ઠાકર, શિવાની બેન વ્યાસ તેમજ શ્રદ્ધાબેન પંડ્યાએ નિભાવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રમુખ આશા દવેએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સાથીદારો નયના આચાર્ય, કિરણ ત્રિવેદી, તૃપ્તિ પટેલ, લક્ષ્મી સરવૈયા, બીના ત્રિવેદી, પ્રીના વ્યાસ, જાનવી સોલંકી તેમજ શ્વેતા વિઠલાણી, નિકિતા મહેતા, મલ્લિકા ડોડીયા, પ્રજ્ઞા લેઉવા તેમજ કિરણ સોની વગેરેએ જહેમત ઉઠાવી હતી. મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઈ મહેતા, ચેરમેન હેમેન્દ્રભાઈ મહેતા તથા બાલભવન પરિવાર દવારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.
Recent Comments