પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલે જિલ્લા ભાજપ અમરેલી સંચાલિત કેસરી સેવાયજ્ઞ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો
સેવા હી સંગઠન અને જે પક્ષના પાયામાં અંત્યોદયની ભાવના એ ભારતીય જનતા પક્ષ હંમેશા લોકોને ઉપયોગી અને જન સેવા માટે તત્પર રહી છે. એ પરંપરાને અનુસરીને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ અમરેલી દ્વારા જિલ્લાના નાગરિકોને સરળતાથી સરકારી યોજના વિશે માહિતી મળી રહે અને સંબંધિત કામગીરી થઈ શકે તે માટે કેસરી સેવાયજ્ઞ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. કાર્યાલયનું ઉદ્ઘાટન આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે અમરેલીનું ગાૈરવ અને કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ એન સી યુ આઈ ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત સરકારના મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments