fbpx
અમરેલી

અમરેલીનાં ગૌરવ સમા ‘‘રાજમહેલ”નો હેરીટેઝ બિલ્‍ડીંગમાં સમાવેશ કરો

અમરેલીમાં ગાયકવાડી સરકાર વખતનો રાજમહેલ આવેલ છે જે અમરેલી જયારે બરોડા સાથે સંયુકત જોઈન્‍ટ હતું ત્‍યારનાં સમયનો રાજમહેલ છે. એ સમયમાં રાજા રજવાડા ઉપયોગ કરતા હતા અને ત્‍યારપછી એને મહેસુલી કચેરી અને કલેકટર કચેરી બનાવી અને ત્‍યારપછી અમરેલીનાં પહેલા મુખ્‍યમંત્રી જીવરાજભાઈ મહેતા થયા એટલે અમરેલી ગામ હતું તેને જીલ્‍લો બનાવી દીધો. નાનુ ગામ હોવાથી સરકારી કચેરી હતી નહી એટલે રાજમહેલમાંજ કલેકટર કચેરી બનાવી અને બધા વિભાગોનું કામકાજ થતું હતું અને ત્‍યારપછી જીલ્‍લા સેવા સદન નવું બનતા આ રાજમહેલ ખાલી પડયું છે. આ રાજમહેલનો સદઉપયોગ થાય એ રીતે હેરીટેઝમાં સમાવેશ કરવામાં આવે. અમરેલી જીલ્‍લો દેશ પરદેશ સાથે    સંકળાયેલો છે, બહારના લોકો આવે અને અમરેલીની મુલાકાત કરે ત્‍યારે ફરજીયાત રાજમહેલની મુલાકાત લે એ માટે આકર્ષણ ઉભું કરવા અને પ્રથમ મુખ્‍યમંત્રી જીવરાજભાઈ મહેતાની બધી સ્‍મૃતિ મુકવી અને રાજમહેલમાં એક ખંડ બનાવવો જેમાં લાયબ્રેરી રૂપે જેમાં સિનિયર સીટીઝનો ત્‍યાં બેસે અને જયાં જુના ગાયકવાડી સરકાર સમયનાં બધા પુસ્‍તકો મુકવા જેનાથી સિનિયર સીટીઝનો અને અત્‍યારની યુવા પેઢી વાંચન કરી શકે. આથી અમરેલીમાં આવેલ રાજમહેલને હેરીટેઝમાં સમાવેશ કરી મ્‍યુઝીયમ અથવા લાયબ્રેરી બનાવવા અંગેની ગુજરાત વિરોધપક્ષનાં નેતા અને અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ ધારદાર રજૂઆત કરી.

Follow Me:

Related Posts