વલ્લભીપૂર નૂતન બાળ શિક્ષણ સંઘના શતાબ્દી વર્ષ પ્રસંગે ગિજુભાઈની જન્મભૂમિ વલભીપુરમાં 29 સપ્ટેમ્બર મંગળવારે રાજ્ય સ્તરીય પરીસંવાદ યોજાઈ ગયો. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ના વાઇસ ચાન્સેલર ડો. ટી એસ જોશી. શિક્ષણ વીદ ડો.નલિનભાઈ પંડિત જુનાગઢ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી જીવરાજભાઈ મયાણી તેમજ વલ્લભીપુર નગર પાલિકાના અધ્યક્ષ તેમજ કારોબારી સભ્યશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં બાળ શિક્ષણ ને લઈને ગિજુભાઈના પ્રદાનને વલ્લભીપુરમાં વધુ પ્રસ્તુત કરવા કાર્યક્રમો ઘડાયા હતા. આ ઉપક્રમે વલ્લભીપુરમાં શ્રી ગિજુભાઈ બધેકા દ્વાર તૈયાર કરવા ઉપરાંત તમામ આંગણવાડી અને શાળાઓમાં ગિજુભાઈ ના સાહિત્યપ્રદાનને લોક ભોગ્ય કરવા કાર્યક્રમમાં વિચારાયા હતા.. માનસ શિશુ મંદિરના અધ્યક્ષ શ્રી અજીતભાઈ સોલંકી સમન્વય. શિશુવિહાર. બલ્લભીપુર શિક્ષક સંઘ. ડાયટ. તેમજ શ્રી ગિજુભાઈ બધેકા આર્ટસ કોલેજ ના સંયુક્ત પ્રયત્ન ને સઘન ડો નલિનભાઈ પંડિત માર્ગદર્શનમાં વિચારણા થઈ હતી..
સારસ્વતોની પાવન નિશ્રામાં ગિજુભાઈની જન્મભૂમિ વલભીપુરમાં 29 સપ્ટેમ્બરે રાજ્ય સ્તરીય પરીસંવાદ યોજાયો


















Recent Comments