બાબરા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો ‘ડોર ટુ ડોર’ કાર્યક્રમ: ગંદકી અને વિસંગતતા ખુલ્લી પડી
આજે બાબરા નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ‘ડોર ટુ ડોર’ સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સ્થિતિ જાણવાના હેતુથી શરૂ કરાયેલા આ કાર્યક્રમ દરમિયાન લોકોની અત્યંત ગંભીર અને હાલાકીભરી સમસ્યાઓ સામે આવી હતી.
કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યું કે, બાબરા નગરપાલિકામાં ભૂગર્ભ ગટરની સુવિધા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. આખા નગરપાલિકા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને ખુલ્લી ગટરોને કારણે ચારેય તરફ દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. ભૂગર્ભ ગટર હોવા છતાં આ પ્રકારે ગટરના પાણી રસ્તા પર ઉભરાવા તે તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારની છતી કરે છે.
સ્થાનિક રહીશો ગંદકી અને રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. આમ આદમી પાર્ટી બાબરા નગરપાલિકા તંત્રને સ્પષ્ટ ચેતવણી આપે છે કે આ ખુલ્લી અને ઉભરાતી ગટરોની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે, અન્યથા પ્રજાના હિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જે ડી કથીરીયા લાઠી વિધાનસભા આમ આદમી પાર્ટી, બાબરા ની યાદી માં જણાવ્યું હતું


















Recent Comments