પ્રિયંકા ચોપરાએ છેલ્લા થોડા વરસોમાં સ્વયંને ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધી છે. તો વળી શાહરૂખ ખાન અને કિયારા અડવાણી પણ મોસ્ટ ડિમાન્ડની યાદીમાં આવી ગયા છે. પેરટ એનાલિટિક્સના એક સર્વે ૨૦ જુલાઇથી ૧૮ ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં નિત્કર્ષ નીકળ્યું છે ભારતીય કલાકાર સૌથી વધુ માંગમાં રહે છે.આ યાદીમાં પહેલા સ્થાને શાહરૂખ ખાન, બીજા સ્થાને તેલુગુ સ્ટાર અલ્લૂ અર્જુ અને ત્રીજા સ્થાને પ્રિયંકા ચોપરા સામેલ છે. શાહરૂખની છેલ્લા ત્રણ વરસથી એક પણ ફિલ્મ રિલીઝ ન થઇ હોવા છતાં પણ તે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવે છે તે આશ્ચર્યજનક બાબત છે. આંતરરાષ્ટ્રીય લીગમાં સામેલ થઇને કિયારા અડવાણી શેરશાહની સફળતા પછી સૌથી અધિક ડિમાન્ડ ધરાવતા સિતારા તરીકે ઊભરી છે. પ્રિયંકા ચોપરા જાેનાસ સાથે કિયારા અડવાણી અભિનેત્રી છે જે પૂરા વિશ્વની સૌથી અધિક માંગ ધરાવતી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ થઇ છે. આ લિસ્ટમાં અન્ય કલાકારોમાં ધનુષ, ટોમ હિલટન, દુલ્કર સલમાન, સલમાન ખાન, સુંહ હૂં, કિયારા અડવાણી અન ેમહેશ બાબુ પણ સામેલ છે. ફક્ત અમેરિકામાં ટોમ હિડલટન સૌથી વધુ અધિક ડિમાન્ડ ધરાવતો સિતારો છે. એ પછી જેનિફર લોપેઝનું નામ આવે છે
દુનિયામાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા સિતારા તરીકે કિયારા, શાહરૂખ અને પ્રિયંકા ચોપરા

Recent Comments