કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને સુદૃઢ કરવા માટે ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ
વર્કિંગ કન્ડીશન કોડ, ૨૦૨૦ (OSH&WC Code, 2020) અમલમાં મુકવામાં આવેલ છે.
આ કોડની કલમ-૨(V) અને કલમ-૩ અંતર્ગત તમામ કારખાના, બાંધકામ સ્થળ, ઔદ્યોગિક તથા વેપારી સંસ્થાઓ કે જે ૧૦ કે
તેથી વધુ શ્રમયોગીઓને કામે રાખતી હોય, તેમના માટે ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે.
આ અંગે સંબંધિત સંસ્થાઓએ https://shramsetu.gujarat.gov.in પર તા.૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
આ બાબતને લગતી કોઈપણ માહિતી માટે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, માણેક મંજૂષા, બાર્ટન લાઇબ્રેરી સામે, દીવાનપરા
રોડ, ભાવનગર ખાતે અથવા ફોન નં. (૦૨૭૮) ૨૪૨૭૯૮૫, ઈ-મેઇલ aclbhav@gmail.com પર સંપર્ક કરવા ભાવનગર
મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા જણાવાયું છે
૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓને કામે રાખતી સંસ્થાઓએ ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર ૩૧ ઓક્ટોબર સુધીમાં નોંધણી કરાવવી ફરજિયાત

















Recent Comments