સુરતમાં સ્કુલની વિદ્યાર્થીની યુવક સાથે બંગલામાંથી ઝડપાઈ
સુરતમાં સ્કૂલ ડ્રેસ પહેરેલી સગીરા પ્રેમીને મળવાં બંગલે પહોંચી હતી. લોકોને આ અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. મળતી વિગત પ્રમાણે, શહેરના પોશ વિસ્તાર અડાજણમાં બંગલામાં ફર્નીચરનું કામ કરતાં પ્રેમીને સ્કૂલ ડ્રેસ પહેરીને સગીર પ્રેમિકા મળવા પહોંચી હતી. જેને લઈ લોકોને શંકા જતાં બંનેને પકડી લીધા હતા અને હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી. સગીરા પ્રેમમાં પાગલ બનીને એક તરફી પ્રેમમાં અંધ બની યુવકને મળવા માટે દબાણ કરતી હતી.
રાંદેર વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષીય યુવક ફર્નીચર કામ કરે છે અને હાલ તેનું અડાજણમાં આનંદમહેલ રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં આવેલા બંગલામાં કામ ચાલે છે. સગીરા સ્કૂલ ડ્રેસ પહેરીને તેને મળવા આવી હતી. સગીરાએ સોસાયટીના વોચમેનને આ યુવક ક્યાં કામ કરે છે તે પૂછ્યું હતું. જેથી વોચમેને બંગલાનું સરનામું આપ્યું હતું. આ બંને બંગલા પાસે વાતચીત કરતા હતા ત્યારે સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા. યુવક સ્કૂલ ગર્લને ફસાવી રહ્યો હોવાની શંકા જતાં સોસાયટીના પ્રમુખે પોલીસને જાણ કરી હતી.પોલીસ આવતાં બંને ગભરાઈ ગયા હતા. જે બાદ પોલીસે સગીરાના પરિવારજનોને બોલાવ્યા હતા. પોતાની દીકરીની આવી કરતૂતને લઈ સમસમી ઉઠી માતાએ ત્યાં જ દીકરીને મેથીપાક આપ્યો હતો અને તેને લઈ ઘરે રવાના થઈ ગયા હતા.
Recent Comments