સાવરકુંડલા: હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત આદ્યશક્તિ ગરબા એકેડમી’ ના ગરબા ક્લાસીસનું ભવ્ય અને ઉત્સાહભેર ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલૈયા-ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. ઓપનિંગ કાર્યક્રમને શહેરના ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ ભવ્ય પ્રસંગે રાજકીય, સામાજિક અને સેવાકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમરેલી જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણભાઈ સાવજ, નાગરિક બેંકના ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, મહામંત્રી મોહિતભાઈ સુદાણી, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શિવાંગભાઈ ત્રિવેદી, યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ નૂતનબેન તન્ના, ઉપાસનાબેન ગોસ્વામી, નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટના પ્રમુખ યશોધરાબેન પંડ્યા, ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ધારાબેન ગોહિલ, લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ હિતેશભાઈ નિમ્બાર્ક, ડૉ. ચેતનભાઈ પોરિયા સાહેબ તેમજ ‘કુંડાળુ’ ફિલ્મના અભિનેતા હર્ષવર્ધન રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવોએ આદ્યશક્તિ ગરબા એકેડમી’ ના આ સુંદર અને સેવાભાવી પ્રયાસને બિરદાવીને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
‘આદ્યશક્તિ ગરબા એકેડમી’નો મુખ્ય હેતુ બાળકો, યુવાનો તેમજ ગરબાપ્રેમીઓને શ્રેષ્ઠ તાલીમ આપવાની સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને ગરબાની કળાને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે આ ક્લાસીસમાંથી વધતી રકમનો ઉપયોગ ધાર્મિક તથા સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે. આ ઉમદા હેતુ સાથે શરૂ કરવામાં આવેલી આ પહેલને ખેલૈયાઓ, વાલીઓ અને શહેરજનો તરફથી મળેલો પ્રતિસાદ પ્રશંસનીય રહ્યો છે.
હિન્દુ યુવા સંગઠન દ્વારા આ ભવ્ય ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો, ખેલૈયાઓ, વાલીઓ, ગરબાપ્રેમીઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.














Recent Comments