ભાવનગરમાં ૧૧૨૮ કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
જીએસટી અને ડીજીજીઆઈના સંયુક્ત ઓપરેશનમાં અધિકારીઓએ મોટા પ્રમાણમાં કરચોરીનો પર્દાફાશ કર્યો છે અને આ કેસની તપાસમાં રાજ્યભરના મોટા શહેરોના મોટા વેપારીઓના નામ સામે આવી શકે છે. અધિકારીઓએ તપાસ દરમિયાન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભાવેશ પંડ્યા અને ઉસ્માનગની જન્નતીની ધરપકડ કરી છે.
આ બન્નેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ જરુરિયાતમંદ લોકોના દસ્તાવેજાેના આધારે બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવી કૌભાંડ આચરતા હતા. ભાવનગરના માધવ કોપરમાંથી ઓપરેટ થતા બોગસ બિલિંગ કૌભાંડમાં સંખ્યાબંધ લોકોની ધરપકડ થઈ હતી. ય્જી્નો અમલ થયા પછી દેશભરમાં બોગસ બિલિંગ કૌભાંડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાજેતરમાં જ ગુજરાત જીએસટી અને ડ્ઢય્ય્ૈં(ડાઈરેક્ટર જનરલ જીએસટી ઈન્વેસ્ટિગેશન)ના અધિકારીઓ દ્વારા ભાવનગરમાં ૩૩ કંપનીઓના ૫૭ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ૧૧૨૮ કરોડ રુપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભાવેશ પંડ્યા અને ઉસ્માનગની જન્નતીની ધરપકડ કરવામાં આવી છે.
આ કૌભાંડની વિગતવાર તપાસ હજી ચાલી રહી છે. થોડા સમય પહેલા જ ભાવનગરથી ઓપરેટ થતા હજારો કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જાે કે તે કેસમાં મુખ્ય સૂત્રધારની હજી સુધી ધરપકડ નથી થઈ શકી. દેશભરમાં બોગસ બિલિંગ કૌભાંડ બાબતે ગુજરાત હબ બની રહ્યું છે. ગુજરાતમાં પણ ખાસકરીને ભાવનગર જાણે કૌભાંડની રાજધાની બની ગયું છે. ફરી એક વાર ય્જી્ અને ડ્ઢય્ય્ૈંના અધિકારીઓએ સંયુક્ત રીતે ભાવનગરમાં ઓપરેશન હાથ ધરીને કરોડો રુપિયાની કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જીએસટી અધિકારીઓએ ભાવનગરની ૧૭ પેઢીના ૩૭ સ્થળો પર દરોડા પાડીને તપાસ કરતા કરોડો રુપિયાની કરચોરી સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં ૭૧૨ કરોડના બોગસ બિલ જનરેટ થયા હોવાની જાણકારી મળી આવી હતી. ડીજીજીઆઈના અધિકારીઓએ પણ ૧૬ પેઢીના ૨૦ સ્થળો પર દરોડા પાડીને ૪૧૬ કરોડના બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Recent Comments