અમિતાબનો જન્મદિવસ હોવાથી દેશભરના અનેકો જગ્યાએ અલગ-અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવશે. સુરત શહેરના તબીબ ડૉ. કેતન મોદીના પત્ની શીલાબેન પણ બીગ-બીના ચાહકોમાંના એક ચાહક છે. તેણીને અમિતાભ સાથે મુલાકાત કરી ફોટો પડાવવાનું સપનું હતું. પતિએ વચન આપ્યું હતું કે તને ગમે ત્યારે અમિતાભ સાથે મુલાકાત કરાવીશ. ડૉ. કેતને વર્ષ ૨૦૧૯માં અમિતાભ બચ્ચનના ઘરે મુલાકાત માટે પત્ની શીલાબેનને લઈ ગયા હતા. ડૉ. મોદીએ જણાવ્યું હતું કે, અમિતાભને મળવાની ક્ષણ અનેરી હતી. બોલિવૂડના નામાંકિત વ્યક્તિઓમાં સામેલ અમિતાભનો સ્વભાવ એકદમ નરમ છે. તેમના બંગલા પર જ્યારે અમે પહોંચ્યા ત્યારે તેઓ જાતે અમને મળવા માટે બંગલામાંથી બહાર આવ્યા હતા. તેમની સાથેની આ મુલાકાત યાદગાર રહી છે. મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ સહિત અનેક અન્ય ઉપનામોથી જાણીતા છે. તેમના જન્મદિવસ દેશભરમાં તેના ચાહકો તહેવારની જેમ ઉજવણી કરે છે. સુરતમાં પણ તેના ચાહકવર્ગની સંખ્યા મોટા પ્રમાણમાં જાેવા મળે છે.
સુરતના તબીબ પતિએ પત્નીનું અમિતાભ સાથે મુલાકાતનું સપનું પૂરું કર્યું

Recent Comments