રાજય સરકારની તમામ ડીઝીટલ કામગીરી કરતાં વીસીઈ (ઇ-ગ્રામ) મંડળ ઘ્વારા પોતાની માંગણી અનુસંધાને આજે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
આઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તેમની ર006થી પડતર માંગણીઓ તથા સરકાર ઘ્વારા વીસીઈનું શોષણ અટકે, તેમને હલમાં કમિશન પ્રથા ચાલું છે તે બંધ થાય તે માટે થઈ સકારાત્મક પગલાં ભવરા માંગણીઓ કરેલ છે.
આગામ. તા. ર0/10 સુધીમાં આ મંડળીની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો વીસીઈ મંડળ આગામી તા. ર1/10નાં રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. જેમાં ગુજરાતભરનાં વીસીઈઓ જોડાશે અને પ7 જેટલી ડીઝીટલ સેવાસેતુની કામગીરી, આવકનાં દાખલા, વિધવા સહાય, મગફળી રજીસ્ટ્રેશન તેમજ અન્ય કામગીરી બંધ કરી અચોકકસ મુદતની હડતાલ ઉપર વીસીઈ જશે તેમ આવેદનપત્રનાં અંતમાં જણાવેલ છે.


















Recent Comments