બાઈક ચોરી કરી ચેઈન સ્નેચિંગ કરતી ગેંગનો રીઢો ગુનેગારો ઝડપાયા
અમદાવાદમાં બાઇક રાઈડર વાહન ચોરી કરીને બેગ લીફટીંગ કરતા ઝડપાયો છે. આ મામલે પોલીસે ૩ આરોપીની ધરપકડ કરીને ચોરીના ૧૦ વાહન જપ્ત કર્યા છે. તો બાઇક ચલાવવાનો એક્સપર્ટ યુવકે ગેંગ બનાવીને સ્નેચિંગ કરી રહ્યો હતો. ચાલો જાણીએ કોણ છે આ ગેંગ. પોલીસ ગિરફતમાં રહેલ આરોપી અનિલ ઉર્ફે અન્ના રાઈડર, આર્યન ઉર્ફે અમન ચૌહાણ અને કલ્પેશ ઉર્ફે કાલું ભેગા મળી બાઇક ચોરી અને બેગ સ્નેચીગના ગુનાઓ આચરતા હતા. પકડાયેલ આરોપીઓ મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો પુર્વ વિસ્તારમાં બાઇકની ચોરી આ લોકો કરતા હતા. ચોરી કર્યા બાદ ચોરીના બાઇકથી પશ્ચિમ વિસ્તારમાં રહેલ પોશ એરિયામાં એકલ દોકલ મહિલાઓ પર્સ અને મોબાઇલ સ્નેચીગ કરતા હતા. આ ગુનાના માસ્ટર માઈન્ડ ખેલાડીઓ ચેન અને પર્સ ચોરીને ચોરીનું બાઇક અવવારૂ જગ્યાએ મુકી દેતા હતા. આમ કરી આ ગેંગે બાઇક ચોરી અને બેગ લીફટીગના કુલ ૧૦ ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ ગેંગને દબોચી પાડી છે. અને પોલીસની પુછપરછમાં આરોપીઓ છેલ્લા ૪ મહિનાથી બાઇક ચોરી અને બેગ લીફટીગ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી અનિલ ઉર્ફે અન્ના રાઈડર અમદાવાદનો જ છે. અન્ના રાઈડર જે સ્નેચિગ કરવા પુર ઝડપે બાઇક હંકારી ગુનો કરતો હતો. આ ગુનેગાર પોતાની બાઈક ચલાવવાની ઝડપ અને આવડતને લઈને રાઈડર તરીકે પોતાની ઓળખ આપતો હતો અન્ય બે આરોપી બાઇક પાછળ બેસી સ્નેચીગ કરતા હતા. પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે, અગાઉ અનેક ગુનાઓ તેમના પર નોંધાઇ ચુક્યા છે. આરોપીઓ જેલમાંથી બહાર નીકળતા સાથે જ ગુનાઓ આચરતા હોવાની ટેવ વાળા છે. જેથી પોલીસે રિમાન્ડ મેળવી અન્ય કેટલા ગુનાઓ અંજામ આપ્યો તેની વધુ પુછપરછ શરૂ કરી છે.
Recent Comments