સૌરાષ્ટ્રમાં ડુંગળીની મલબત આવક ઃ બાંગ્લાદેશ સુધી નિકાસ
હાલ સૌરાષ્ટ્રના જામનગ૨, કાલાવડ, પડધરી, ગોંડલ અને ધોરાજી ખાતેથી ડુંગળીની આવક થઈ ૨હી છે. આ યાર્ડમાં ઠાલવવા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યોની સાથે સાથે બાંગ્લાદેશ સુધી પણ ડુંગળી મોકલવામાં આવી રહી છે. ધોરાજી માર્કેટ યાર્ડના વેપારી દિપકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ધોરાજી યાર્ડમાં ૨૦ જેટલા કાયમી વેપારીઓ છે કે જે કાયમી ડુંગળીનો વેપાર કરી રહ્યા છે. આજે લોકલ આવક શરૂ થતા ભાવમાં પણ અસ૨ જાેવા મળી છે. હાલ યાર્ડમાં રૂપિયા ૧૦૦થી ૪૦૦ સુધીમાં એક મણ ડુંગળી વેચવામાં આવી રહી છે. જ્યારે છૂટક વેપારીઓ ૩૦ રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચી ૨હ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે આ સમયે ૨૦,૦૦૦ બોરીની આવક થતી હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે ડુંગળીની આવક ઓછી જાેવા મળી ૨હી છે. હાલ લગ્નની સિઝન હોવાથી ડુંગળીની માગ પણ વધુ હોવાથી આવક થયા બાદ તેનો નિકાલ પણ તુરંત થઈ જાય છે. આથી યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતો નથી અને બગાડ પણ થતો નથી. સાથે રોજ નવી આવકની ડુંગળી બજા૨માં લોકોને મળી ૨હે છેરાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવ૨ણ ચોખ્ખુ થતા ડુંગળીની આવકમાં ધ૨ખમ વધારો થયો છે. છેલ્લા ૧૦ દિવસથી રાજકોટ અને બે દિવસથી ધોરાજી યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ચૂકી છે. રાજકોટ યાર્ડમાં આજે ૧૦ હજાર બોરી ડુંગળીની આવક થઇ છે. જ્યારે ગોંડલમાં ૫૫થી ૬૦ હજાર બોરી ડુંગળીથી યાર્ડ ઉભરાયું છે. ધોરાજીમાં એક મણ ડુંગળીનો ભાવ ૧૦૦થી ૪૦૦ રૂપિયા અને ગોંડલમાં ૧૦૦થી ૫૦૦ રૂપિયા બોલાય રહ્યો છે. ખેડૂતોને ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. ડુંગળીની ગુજરાત સિવાયના રાજ્યો અને બાંગ્લાદેશ સુધી કરવામાં આવી રહી છે. ધોરાજી યાર્ડથી લોકલની સાથે સાથે ડુંગળીની નિકાસ ગુજરાત બહારના રાજ્યો તેમજ બાંગ્લાદેશ સુધી કરવામાં આવી રહી છે. રાજકોટ જૂના માર્કેટ યાર્ડ ખાતે ૧૦ દિવસ પૂર્વે ડુંગળીની ૨૦૦૦થી ૩૦૦૦ ગુણીની આવક થતી હતી. જે હાલ વધીને આજે અંદાજે ૧૦૦૦૦ જેટલી ગુણીની આવક થઈ રહી છે. આ આવક આગામી દિવસોમાં વધશે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.

Recent Comments