ગુજરાત

ક્રિસમસને લઈને ડાયમંડની માંગ વધતા ૫ ટકાનો ભાવમાં વધારો

ક્રિસમસ અને ચાઈનિઝ ન્યૂયરને લઈને કટ એન્ડ પોલિશ્ડ હીરાની માંગમાં વધારો થયો છે, જેને લઈને તૈયાર હીરાના ભાવમાં ૫ ટકા સુધીનો વધારો થયો છે. કોરોનાની પહેલી લહેર બાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં કટ એન્ડ પોલિશ્ડ તૈયાર હીરાની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. તૈયાર હીરાની માંગમાં વધારો થતાંની સાથે જ રફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો હતો. દિવાળી પૂર્વે જ રફ હીરાના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો નોંધયો હતો.

જેને લઈને હીરા વેપારીઓ દ્વારા પ્રોડક્શન પર કાપ મુકવાનું શરૂ કરી દિધું હતું. બીજી તરફ હીરાના કારખાનાઓમાં ૨૧ દિવસનું વેકેશન હોય છે પરંતુ રફના ભાવમાં વધારો થવાને કારણે અમુક હીરા વેપારીઓ દ્વારા ૩૦ દિવસ સુધીનું વેકેશન રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ ક્રિસમસ અને ચાઈનિઝ ન્યુયરને કારણે ડાયમંડ જ્વેલરીની માંગમાં વધારો થવાને કારણે તૈયાર હીરાની માંગમાં પણ વધારો થયો છે. જેને લઈને તૈયાર હીરાના ભાવમાં ૩થી ૫ ટકા સુધીનો વધારો થયો છે. જેથી વેપારીઓને નુકસાની ઓછી જવાની શક્યતાઓ છે

Related Posts