અમરેલી

ગીર બાદ હવે બૃહદ ગીરમાં પણ સિંહો શેત્રુંજી નદી પર આવ્યા

ગીર બાદ હવે બૃહદ ગીરમાં પણ સિંહો શેત્રુંજી નદી પર આવ્યા હતા. અકસ્માતના ઇમરજન્સી પેશન્ટને લઈ જતી 108 સામે સિંહ સામે આવ્યા હતા.

અમરેલી જિલ્લા માં સિંહો ની સંખ્યા દિન પ્રતી દિન વધી રહી છે ત્યારે સિંહો હવે ખોરાક, પાણીની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હતા, પરંતુ હવે સિંહો ઠંડીના કારણે રોડ, રસ્તા, સ્ટેટ હાઇવે પર આવી ચડે છે અહીં સાવરકુંડલાના વંડા પાસે એક અકસ્માત નોંધાયો હતો. જે પેશન્ટને ઇમરજન્સી સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તે દરમિયાન 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી પેશન્ટને લઈ સાવરકુંડલાથી અમરેલી જઈ રહી હતી, તે દરમિયાન અહીં સ્ટેટ હાઇવે પર ત્રણ સિંહો ચડી આવ્યા હતા. જેથી ઇમરજન્સી સેવા 108ના પાયલોટ અને ઇ.મ.ટી જગદીશ સોલંકી, પાયલોટ ફિરોઝ બેલીમ દ્વારા એમ્બ્યુલન્સને સાવ ધીમી કરી નાખવામાં આવી હતી અને ધીમે ધીમે ચાલી રહેલી એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી પેશન્ટ હોવાથી વધારાની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. ગોખરવાળા હોટલ પાસેથી આ સિંહો રોડ પર ચડયા હતા અને ધીમે ધીમે અમરેલી શહેર નજીક શેત્રુંજી નદી ક્રોસ કરી શહેર તરફ વળ્યા હતા. જેથી 108 દ્વારા ઇમરજન્સી પેશન્ટ હોવા છતાં સિંહોને સન્માન આપી એમ્બ્યુલન્સની સ્પીડ સાવ ઓછી કરીને ગીરના ગૌરવવંતા આ પ્રાણીઓને પહેલા જવા દીધા હતા અને સિંહો રોડ પર થી નીચે ઉતરતા ફરી એમ્બ્યુલન્સ સ્પીડમાં જતી રહી હતી.
108ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે જણાવે છે કે 108ના કર્મીઓને હવે સિંહોની સુરક્ષાની ટ્રેનિંગ આપવામાં આવે છે. સિંહ ગૌરવ છે જેથી ઇમરજન્સી સેવાએ પણ તેમની સુરક્ષા સમજી તેને સન્માન પૂર્વક રોડ રસ્તા પર એમ્બ્યુલન્સને ધીમી કરી સિંહો જતા રહે પછીજ તે ફરી સ્પીડ પકડે છે. ત્યારે ઇમરજન્સી સેવા 108ને ઇમરજન્સી વેળા સિંહ મળતા કર્મી ઓ દ્વારા સિંહોને જવા દેવામાં આવ્યા હતા અને સિંહો જતા રહેતા ફરી 108 તેમની સ્પીડ મુજબ જતી રહી હતી.

Related Posts