fbpx
ગુજરાત

રાજકોટમાં દોરી વાગવાથી ગળું કપાયું તો પતંગ લુટતા ટ્રેનની અડફેટે મોત

ઉતરાયણના તહેવારમાં સેંકડો પક્ષીઓ, લોકોનો જીવ હણી લેતી ઘાતક ચાઈનીઝ દોરીના વપરાશ અને વેચાણ પર સરકારે સખત પ્રતિબંધ લાદી દીધો હોવા છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં તંત્રા નાક નીચે ચાઈનીઝ દોરીનો છડેચોક વેપલો થઈ રહ્યો છે. જેના લીધે અનેક નિર્દોષ જીવો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે.મકરસંક્રાંતિના પર્વને લઈને ગુજરાતમાં પતંગબાજી શરૂ થઈ ગઈ છે. આ સાથે પતંગોના ખતરનાક માંજાના કારણે અકસ્માતો પણ સામે આવવા લાગ્યા છે.જ્યાં જેતપુર તાલુકામાં પતંગની દોરી જીવલેણ બની છે. આજે નવાગઢ ગામમાં બાઈક પર જતા યુવાનનું ગળુ ચાઈનીઝ દોરીથી કપાતા તે ઇજગ્રસ્ત થયો છે

અને હાલ તેને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ લઈ જવાયો છે. જ્યારે રાજકોટમાં વાહનમાં જતા અને ધાબા પર દોરથી ચાર જેટલા લોકોને ઇજા થઇ ૧૦૮માં સિવિલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના નવાગઢ ગામનો હુનેજ કાસમ સમા નામનો યુવક બાઈક પર જતો હતો ત્યારે રસ્તામાં એકાએક ઘાતક ચાઈનીઝ દોરી ગળાના ભાગે વાગતા તે સ્કૂટર નીચે પટકાયો હતો. જાે કે સ્થાનિકોએ દોડી આવીને હુનેજને સારવાર અર્થે જેતપુરના સરકારી દવાખાને ખસેડયો હતો. હુનેજને ચાઇનીઝ દોરાથી ગળામાં ગંભીર ઇજા પહોંચી છે. હાલ યુવક સર્વલ હેઠળ છે.

Follow Me:

Related Posts