રાષ્ટ્રીય

દુનિયાની સૌથી અનોખી અને અજીબોગરીબ સ્કૂલ, અહિંયાની ભણવવાની પદ્ધતિ છે સૌથી અલગ, જાણો આ શાળા વિશે..

આજકાલ જેટલી ગલીઓ એટલી સ્કુલો થઈ ગઈ છે. આપણી આસપાસના વિસ્તારની સ્કુલોની વાત કરવામાં આવે તો માત્ર 2-3 કિલોમીટરની અંદર જ તમને 3-4 સ્કુલ તો જોવા મળશે જ. પણ આજે અમે આપને કેટલી અનોખી સ્કુલ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. 

આપણે જે સ્કુલોની વાત કરીશું તે દુનિયાની અનોખી સ્કુલોમાં આવે છે. તેની ગણતરી અનોખી અને સૌથી અલગ સ્કુલમાં કરવામાં આવે છે. જો કે સ્કુલનું નામ પડે એટલે બાળકો નાસીપાસ થવા લાગે પણ આજે આપણે એવી સ્કુલ વિશે વાત કરીશું કે જાણીને તમને  પણ વિચારો આવવા લાગશે..

કોરોનાકાળ વચ્ચે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું બંધ થઈ જતાં વિદ્યાર્થીઓને જલસા પડી ગયા છે. સ્કૂલ અને સ્કૂલોનું નામ સાંભળતા જ મનમાં સવાલો ઉભા થવા લાગે છે. પુસ્તકોથી ભરેલું બેગ, અભ્યાસનું દબાણ વગેરે. પણ આજે અમે આપને જણાવીશું એવી સ્કુલો વિશે કે જ્યાં અભ્યાસ કરાવવામાં આવે છે પણ કંઈક અલગ જ પદ્ધતિથી.. આવો જાણીએ આ શાળા વિશે..

સુડબરી સ્કૂલ 
આ શાળા અમેરિકામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે જ શાળાનું ટાઈમ ટેબલ બનાવે છે અને તે નક્કી કરે છે કે તેઓએ ક્યાં દિવસે ભણવાનું છે. ઉપરાંત સ્કૂલનાં બાળકો નક્કી કરે છે કે તેઓએ શિક્ષણની કઈ પદ્ધતિઓ અપનાવી જોઈએ અને તેઓ પોતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવા માંગે છે.

ધ સ્કુલ ઓફ સિલિકોન વૈલી
આ શાળામાં બાળકોને આઈપેડ, થ્રી-ડી મોડલિંગ અને સંગીતની મદદથી ભણાવવામાં આવે છે. કારણે કે આ સ્કૂલ ભણાવવાની પરંપરાગત પદ્ધિતીઓની સૌથી વિરોધમાં છે. આ શાળામાં બાળકોને ભણાવવા માટે ઉચ્ચ સ્તરની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. 

કાર્પે ડાયમ સ્કૂલ 
આ શાળા ઓહિયોમાં આવેલી છે. વર્ગખંડોને બદલે લગભગ 300 ક્યુબિકલ્સ છે. કોઈપણ ઓફિસની જેમ. આ શાળાનું માનવું છે કે દરેકને તેમના સ્તરે વસ્તુઓ શીખવી જોઈએ. જો બાળકોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય,તો પ્રશિક્ષક આપવામાં આવે છે અને તરત જ તેમને મદદ કરે છે

Related Posts