fbpx
અમરેલી

આંસોદર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન

અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટ ની સૂચના થી ડો. મકવાણા માં માર્ગદર્શન હેઠળ આંસોદર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી થઈ. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ તમામ ૧૫ ગામો ની જોખમી સગર્ભા બહેનો ને સરકારી  એમ્બ્યુલન્સ માં આસોદર ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. આ અભિયાન અંતર્ગત ગારિયાધાર સ્થિત માધવ હોસ્પિટલ ના ગાયનેક સર્જન ડો. જયદીપ વઘાસિયા અને આંસોદર ના તબીબ ડો. રોહિત ગોહિલ દ્વારા સગર્ભા બહેનો ની તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત જરૂરિયાત વાળા તમામ સગર્ભા બહેનો ની સોનોગ્રાફી તપાસ પણ વિનામૂલ્યે કરવા માં આવી હતી. કોરોના ના કપરા કાળ માં રસીકરણ ઝુંબેશ ની સાથે સાથે સગર્ભા બહેનો ની પણ કાળજી માટે આરોગ્ય તંત્ર તત્પર છે. આ અભિયાન ને સફળ બનાવવા ડો. હરિવદન પરમાર, ભાવિન રાદડીયા, મનીષા ચુડાસમા, અમૃત પટેલ, રંજન અમરેલિયા, ક્રિષ્ના રાઠોડ અને તમામ  સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts