ગુજરાત

ધંધુકા-વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના UGPL પેકેજ-III અંગે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાબતે રાજ્ય સરકારનું તથ્ય સાથેનું સ્પષ્ટીકરણ

તાજેતરમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન (UGPL) પેકેજ-IIIના કામ અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકતથી વિપરીત, અર્ધસત્ય તથા ટેકનિકલ બાબતોને અવગણીને કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL) હંમેશાં જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ, ગુણવત્તા નિયંત્રણ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ છે. તેથી સમગ્ર હકીકત જાહેર હિતમાં સ્પષ્ટ કરવી જરૂરી છે.

વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના UGPLના કુલ સાત પેકેજોના કામ વર્ષ ૨૦૧૭માં અલગ-અલગ એજન્સીઓને સોંપવામાં આવ્યા હતા. વિરોધ પક્ષ દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તમામ પેકેજોમાં અમલીકરણ દરમિયાન ઉદ્ભવેલા ટેકનિકલ તથા કરારની જોગવાઈઓના અર્થઘટન સંબંધિત મુદ્દાઓ સાથે સંકળાયેલો હતો.
GRP પાઇપોની સ્ટિફનેસ (Stiffness Class) અંગે કામ દરમિયાન ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા સ્થળ મુલાકાતો બાદ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા પણ વિવિધ વ્યાસ, જમીનની સ્થિતિ અને સલામતીના માપદંડોને ધ્યાનમાં રાખીને વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત નિષ્ણાત સલાહ લેવામાં આવી હતી. તેમણે ટેન્ડરની જોગવાઈઓ, IS કોડ અને વિવિધ મુદ્દાઓ વિસ્તૃત અભ્યાસ કરીને વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.
આ સમગ્ર મુદ્દો એક વ્યક્તિ કે એક અધિકારીના નિર્ણયનો નહોતો. નિષ્ણાતોના અહેવાલો બાદ ઉચ્ચસ્તરીય વિભાગીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ ટેન્ડરની શરતો, ડિઝાઇન, તકનીકી સ્પષ્ટીકરણો, સ્થળ પરની પરિસ્થિતિ, સલામતીના મુદ્દાઓ તથા નાણાકીય અસરનો વિગતવાર અભ્યાસ કરીને પોતાની ભલામણો રજૂ કરી હતી. ત્યારબાદ નિગમના સક્ષમ સ્તરે તમામ સાત પેકેજો માટે નિયમસર મંજૂરી આપવામાં આવી હતી. તેથી સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે તકનીકી અભિપ્રાયો, નિષ્ણાતોની ભલામણો તથા સક્ષમ સત્તાધિકારીઓના નિર્ણયના આધારે હાથ ધરવામાં આવી હતી.

વિરોધ પક્ષ દ્વારા જણાવાયેલ ૦૭ UGPL પેકેજ ના કામો પૈકી ૦૪ ડીસ્ટ્રીબ્યુટરી ના ૦૪ UGPL પેકેજ ની પાઈપલાઈનોમાં પાણી છેડા સુધી સિચાઈ માટે પાણીનું વહન થાય છે અને તેનાથી ૧૪૫૧૭ હેક્ટરમાં સિચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે એક ડીસ્ટ્રીબ્યુટરીના ૩ પેકેજ કામો એક જ પથરેખાના છે, જેમાં પાણીપુરવઠા પાઈપના ક્રોસિંગ અને ધોલેરા એક્સપ્રેસ વે ના ક્રોસિંગને લીધે જે તે વખતે કામગીરી પૂર્ણ થઈ શકેલ ન હતી. આ બંને ક્રોસિંગ કામગીરી માટે વર્કઓર્ડર અપાયેલ છે અને કામો પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી પાણી વહેવડાવી શકાશે અને ૧૨૦૪૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. આ તમામ પેકેજોમાં પાઈપો નાંખવામાં આવેલી છે તે ટેંડર માં જોગવાઈ થયેલ વ્યાસની જ પાઈપો નાંખવામાં આવેલી છે.
૩૬૦ મીટર GRP પાઇપ અંગે પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હકીકતમાં, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન અંતર્ગત એક્સપ્રેસ-વેના ઝડપી વિકાસ, ખેડૂતોના વિરોધ તથા અન્ય સાઇટ સંબંધિત અવરોધોને કારણે અંદાજે ૧.૮૬૫ કિ.મી. પાઇપલાઇનનું કામ બાકી રહ્યું હતું. તે માટે અગાઉથી ખરીદવામાં આવેલી અંદાજે ૩૬૦ મીટર પાઇપો હાલમાં વિભાગના કેમ્પસમાં સુરક્ષિત રીતે સંગ્રહિત છે.

કરારની જોગવાઈઓ મુજબ જ ચુકવણી કરવામાં આવેલ હતી. આ પાઇપોનો ભવિષ્યમાં અન્ય યોગ્ય સ્થળે અથવા જોડાણ કાર્યમાં ઉપયોગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેથી પાઇપો ગાયબ હોવાનો અથવા જાહેર નાણાંની લૂંટ થયાનો આક્ષેપ તથ્યવિહોણો છે.
કામ પૂર્ણતાના મુદ્દે પણ વિરોધ પક્ષ દ્વારા ભ્રામક રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા જમીન ઉપયોગ માટે સંમતિ (Right of Use) ન મળવી તથા સ્થાનિક વિરોધના કારણે વિતરક અને ઉપવિતરકના અમુક ભાગનું કામ પૂર્ણ થઈ શક્યું નહોતું. એક પેકેજ નો કરાર હજુ સુધી બંધ કરવામાં આવ્યો નથી અને પાંચ વર્ષના ઓપરેશન તથા મેન્ટેનન્સનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો નથી. તેથી અધૂરા કામને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ તથ્યવિહોણો છે.

મહાલેખાકાર (Audit) દ્વારા કરવામાં આવેલી નોંધો અંગે નિગમ દ્વારા સમયસર વિગતવાર તથ્યાત્મક સ્પષ્ટીકરણો રજૂ કરવામાં આવ્યા છે. ઓડિટ પ્રક્રિયા એક નિયમિત અને સતત પ્રક્રિયા છે, જેમાં વિભાગ પોતાનો જવાબ રજૂ કરે છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય સક્ષમ ઓડિટ સત્તા દ્વારા લેવામાં આવે છે. માત્ર પ્રાથમિક ઓડિટ નોંધોના આધારે ભ્રષ્ટાચાર, કૌભાંડ અથવા જાહેર નાણાંની લૂંટ જેવા ગંભીર આક્ષેપો કરવું યોગ્ય નથી અને તે જનતાને ગેરમાર્ગે દોરનારું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારીના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. જ્યાં પણ તકનીકી અથવા વહીવટી મુદ્દાઓ સામે આવે છે ત્યાં નિષ્ણાતોના અભિપ્રાયો, ઉચ્ચસ્તરીય સમિતિઓ તથા નિયમિત પ્રક્રિયાના આધારે નિર્ણય લેવામાં આવે છે. રાજ્ય સરકાર અને નિગમ ખેડૂતોના હિતો તથા જાહેર નાણાંના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

Related Posts