ગુજરાતમાં અનેક ઘરોમાં સાંજના સમયે ખીચડી બનતી હોય છે. ખીચડી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. કહેવાય છે કે તમે રોજ સાંજના સમયે ખીચડી ખાઓ છો તો તમારી હેલ્થ માટે ખૂબ જ સારું. જો કે ઘણાં ઘરોમાં સાદી ખીચડી લોકોને ભાવતી હોતી નથી. આમ, જો તમારા ઘરે પણ કોઇને સાદી ખીચડી ના ભાવતી હોય તો તમે વધારેલી ખીચડી બનાવીને ખાઇ શકો છો. જો તમે આ રીતે ખીચડી વધારશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે.
સામગ્રી
1 કપ ચોખા
1 કપ મસુરની દાળ
ટામેટા
લીલુ મરચુ
1 બટાકું
1 ચમચી ઘી
જીરું
રાઇ
મીઠો લીમડો
લસણની કળી
ડુંગળી
હળદર
હિંગ
સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
- વધારેલી ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ એક કપ ચોખા અને એક કપ મસુરની દાળ લઇને પાણીમાં બરાબર ધોઇ લો.
- હવે એક વાસણમાં દાળ, ચોખા, ટામેટા, બટાકા, લીલુ મરચુ નાંખીને થોડા પાણી સાથે ચડવા દો.
- હવે બીજા એક વાસણમાં એક ચમચી ઘી લઇને વધાર કરવા મુકો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે એમાં રાઇ, જીરું, હિંગ અને મીઠો લીમડો નાંખો.
- ત્યારબાદ વાટેલું લસણ નાંખો.
- આ બધી સામગ્રી નાંખ્યા પછી ડુંગળી, હળદર, મીઠું, અને કાશ્મીરી લાલ મરચા નાંખીને બરાબર સાંતળો.
- આ બધુ જ નંખાઇ જાય પછી દાળ ચોખા મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- પાણી ઉમેર્યા પછી ધીમો ગેસ કરીને કુકર બંધ કરી દો.
- હવે 3 થી 4 સીટી વગાડો અને પછી ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે વધારેલી ટેસ્ટી-ટેસ્ટી ખીચડી.
- આ ખીચડીમાં તમે સિંગદાણા પણ નાંખી શકો છો. સિંગદાણાની સાથે તમારે ઘરમાં ડ્રાયફ્રુટ્સ ભાવતુ હોય તો તમે કાજુ, બદામ પણ નાંખી શકો છો.
Recent Comments