રાષ્ટ્રીય

આ સમયે પીશો ઇલાયચીનું પાણી, તો સડસડાટ ઘટવા લાગશે વજન

દરેક લોકોના રસોડામાં ઇલાયચી હોય છે. દેખાવમાં નાની દેખાતી ઇલાયચી શરીરમાં બહુ મોટુ કામ કરે છે. અનેક લોકો ચાના મસાલામાં ઇલાયચીનો ઉપયોગ કરતા હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ઇલાયચી વજન ઉતારવા માટેની અક્સીર દવા છે. ઇલાયચીનું સેવન કરવાથી સડસડાટ વજન ઉતરવા લાગે છે.

એક અહેવાલ અનુસાર જો તમે રોજ બે ઇલાયચી ખાઓ છો તો તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને સાથે-સાથે તમારું પાચનતંત્ર પણ સાફ રહે છે. આ સાથે જ જો તમને શરીરમાં બહુ સોજા આવે છે તો તમે દરરોજ સવારે વહેલા ઉઠીને 3 ઇલાયચી ખાઓ. દરરોજ સવારે 3 ઇલાયચી ખાવાથી શરીરમાં આવતા સોજા ઓછા થાય છે અને સાથે તમારી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. ઇલાયચી ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. જો તમે રોજ ઇલાયચી ખાઓ છો તો તમારી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક સિસ્ટમમાં બદલાવ થાય છે જેના કારણે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

જાણો કેવી રીતે ઇલાયચીનું સેવન કરશો

ઇલાયચી તમે કોફી, ચા કે દૂધમાં નાંખીને પણ પી શકો છો. આ ઉપરાંત તમે ઇલાયચીનો પાઉડર બનાવીને એમાં બદામ, કાજુ, પિસ્તા, ચારોળી જેવા અનેક ડ્રાયફ્રૂટ્સ નાંખીને પાઉડર બનાવો છો તો તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ પાઉડર તમે દૂધમાં નાંખીને પીવો છો તો તમે હેલ્ધી રહો છો અને સાથે-સાથે યાદશક્તિમાં પણ વધારો થાય છે. આ પાઉડર દૂધમાં નાંખીને તમે તમારા બાળકને આ દૂધ પીવડાવો છો તો બાળક અનેક બીમારીઓ સામે લડી શકે છે અને સાથે-સાથે યાદશક્તિ પણ સારી થાય છે.

ઇલાયચીના દાણાનો પાઉડર બનાવીને તમે પાણી સાથે રોજ સવારે લો છો તો તમારું વજન ઘટવા લાગે છે. આ પાણી તમારે સતત એક મહિનો પીવાનું રહેશે. એક મહિનો તમે આ પાણી પીશો તો તમારું વજન ઓછુ થયેલું તમને જોવા મળશે.

Related Posts