fbpx
અમરેલી

દામનગર પટેલવાડી ખાતે મધરકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ નો ગર્ભાશય કોથળી ઓપરેશન સંપૂર્ણ ફ્રી કેમ્પ યોજાશે

દામનગર પટેલ વાડી ખાતે મધરકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ નો ફ્રી ગર્ભાશય કોથળી ઓપરેશન કેમ્પ યોજાશે સ્વ ચંપાબેન મનીષભાઈ ચોવટિયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મધરકેર હોસ્પિટલ બાબરા ના નિષ્ણાંત ડો નલિન કાતરીયા ડો વિશાલ શર્મા  ડો  કોમલબેન ચોવટિયા ગાયનેક સહિત હોસ્પિટલ સ્ટાફ ની સેવા દ્વારા બહેનો ની સમસ્યા ને ધ્યાન રાખી જે બહેનો ને ગર્ભાશય ની કોથળી ની તકલીફ હોય તેમને ગર્ભાશય ની કોથળી ના ઓપરેશન માટે દામનગર શહેર માં સંપૂર્ણ ફ્રી કેમ્પ નું આયોજન પટેલ વાડી ખાતે તા.૬/૦૩/૨૨ ને રવિવાર સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧-૦૦ કલાક સુધી યોજાશે કેમ્પ માં ગર્ભાશય ની કોથળી માં ગાંઠ હોય ગર્ભાશય ની કોથળી ફુલી ગયેલ હોય વધારે ઓછા માસિક ની તકલીફ હોય અંડાશય માં ગાંઠ હોય કેમ્પ માં ઓપરેશન માં ટોપી વાળા ડોકટર એનેસ્થેટીક ચાર્જ ફ્રી ઓપરેશન ચાર્જ ફ્રી દવા સંપૂર્ણ ફ્રી દર્દી પાસે થી કોઈપણ જાત નો ચાર્જ નહિ સંપૂર્ણ મફત આ કેમ્પ માં કેસ નોંધાવવા મો. ૯૮૨૪૮૧૮૬૬૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે 

Follow Me:

Related Posts