અમરેલી

ભગીરથ યંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નના દાતાનો સંન્માન સમારોહ યોજાયો

નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી અને ધારાસભ્યશ્રી પરેશભાઇ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતી

ગત ૨૩મી જાન્યુઆરીએ અમરેલી ખાતે ભગીરથ યંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સગર સમાજની ૩૮ દિકરીઓના ભવ્યાતિભવ્ય સમુહ લગ્ન યોજાયા હતા. રાજ્ય સરકારની માર્ગદર્શિકાના કારણે મર્યાદિત લોકોની હાજરીમાં યોજાયેલ સમુહ લગ્નમાં ઉદાર હાથે ફાળો આપનાર દાતાનો ઋણ સ્વિકારનો કાર્યક્રમ નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી અને અમરેલી વિસ્તારના ધારાસભ્યશ્રી પરેશભાઇ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ કે,શિક્ષણ એ પ્રગતિની પ્રથમ શરત છે અને જે સમાજમાં શિક્ષણ અને સંગઠનનો અભાવ છે તે સમાજ કયારેય પ્રગતિ કરી શકતો નથી. તેઓએ સમાજમાં સારા-માઠા પ્રસંગોએ થતા ખોટા ખર્ચ દુર રહી અને સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેના પર ભાર મુકયો હતો.

અમરેલી વિસ્તારના ધારાસભ્ય શ્રી પરેશભાઇ ધાનાણી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, જે સમાજની અંદર યુવાનો સમાજસેવામાં સામેલ થયા છે ત્યા સુંદર પરિણામો મળ્યા છે અને તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ ભગીરથ યંગ ચેરીટેબલ ટ્રસ્ટ છે.

પેટલાદના શ્રી શાંતિ મહારાજ શાસ્ત્રીએ આગામી સમયમાં સગર સમાજ દ્વારા  હરિદ્વાર ખાતે યોજાનાર અષ્ટોતર શત કુંડાત્મક શ્રી મહા વિષ્ણુયાગની વિગતે વાત કરી તેમાથી બચત થનાર તમામ રકમ સમાજના શિક્ષણના ઉત્થાન માટે વપરાશે તેમ જણાવી સમાજની પ્રગતિ માટે આશીર્વચન પાઠવ્યા હતા.

ભગીરથ યંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ ભેસાણીયાએ સમુહ લગ્નને સફળ બનાવનાર દાતા અને સખત મહેનત કરનાર કાર્યકરોનો આભાર માની ભવિષ્યમાં આવો જ સયોગ મળતો રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ટ્રસ્ટ ની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

કાર્યક્રમના પ્રાંરભે સ્વાગત પ્રવચન દ્રારા ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી રસીકભાઇ પાથરે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.અને આભારવિધી કલ્પેશ ધંધુકીયાએ આટોપી હતી. દાતાના સંન્માન કાર્યક્રમની સાથોસાથ તેજસ્વી તારલાઓનું અને સમુહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર નવદંપતીને લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના રાજેશ માંડાણી, દિપક બુટાણી, રાજેશ તેજાણી, બાબુભાઇ ગોહીલ, અતુલ કાલેણા, ચેતન કાલેણા સહીતના ભારે જહેમત ઉઠાવી હતી.

00000000000

Related Posts