તમે ક્યારે પણ કર્ડ રાઇસ ખાધા છે? ઉનાળાની ગરમીમાં દરેક લોકોએ અઠવાડિયામાં એક વાર કર્ડ રાઇસ ખાવા જોઇએ. કર્ડ રાઇસ ગરમીમાં તમને ઠંડક આપવાનું કામ કરે છે. આ સાથે જ તમને લૂ, ડાયેરિયા જેવી અનેક બીમારીઓથી પણ બચાવે છે. કર્ડ રાઇસ તમે તમારા બાળકોને પણ અચુક ખવડાવો. આ રાઇસ તમારા બાળકની હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો કેવી રીતે બનાવશો કર્ડ રાઇસ..
સામગ્રી
વધેલા ભાત
જીરું
દહીં
હિંગ
મીઠા લીમડાના પાન
છીણેલું ગાજર
ઝીણી સમારેલી કોથમીર
સુકા મરચા
ઝીણાં સમારેલા લીલા મરચાં
ચપટી અડદની દાળ
તેલ
બનાવવાની રીત
- કર્ડ રાઇસ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણ લો અને એમાં દહીં અને ભાતને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ એક કડાઇમાં તેલ મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરો અને હિંગ નાંખો.
- ત્યારબાદ મીઠો લીમડો, અડદની દાળ, લીલાં મરચાં નાંખીને સાંતળો. જો તમે ઇચ્છો છો તો આમાં સીંગદાણા પણ નાંખી શકો છો.
- ત્યારબાદ આમાં છીણેલું ગાજર અને ઝીણી સમારેલી કાકડી એડ કરો. જો તમે સિમ્પલ બનાવવા ઇચ્છો છો તો અમારે આ વસ્તુ ઇગ્નોર કરવી.
- કાકડી અને ગાજર નાંખ્યા બાદ થોડી વાર ધીમાં ગેસે ચઢવા દો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે દહીં અને મિક્સ કરેલા ભાતને એમાં એડ કરી દો અને સ્વાદાનુંસાર મીઠું નાંખો.
- આ એડ કર્યા પછી ઉપરથી લીલી કોથમીર એડ કરો અને સારી રીતે મિક્સ કરી લો.
- તો તૈયાર છે કર્ડ રાઇસ.
- આમાં તમે તમારા ટેસ્ટ મુજબ વધારે દહીં પણ એડ કરી શકો છો.
Recent Comments