ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠક જીતવાનો આમ આદમી પાર્ટીનો દાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મોટો દાવો કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યુ કે, અત્યારે ચૂંટણી યોજાઇ તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં 50થી વધારે બેઠક જીતી શકે છે.

કેજરીવાલની રેલીમાં જોવા મળ્યો ઉત્સાહ

આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતુ. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અમદાવાદના નિકોલના ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરીને સીએમ કેજરીવાલ અને સીએમ ભગવંત માને રોડ શો શરૂ કર્યો હતો. આમ આદમી પાર્ટીની બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સૌના હાથમાં તિરંગા જોવા મળ્યા હતા

કેજરીવાલે આ દરમિયાન કહ્યુ હતુ કે, મને રાજકારણ કેવી રીતે કરવુ તે નથી આવડતુ પણ ભ્રષ્ટાચારને કેવી રીતે ખતમ કરવો તે હું જાણું છું. અમને એક તક આપો, પાંચ વર્ષ માટે આમ આદમી પાર્ટીની પરીક્ષા લો. ભાજપે 25 વર્ષથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે કંઈ કર્યું નથી, 25 વર્ષ શાસન કર્યા બાદ તેમને અહંકાર થઈ ગયો છે.

Related Posts