રાષ્ટ્રીય

ગરમીમાં ઘરમાં નિકળતી કીડીઓને ભગાડો આ રીતે, નહિં તો બગડી જશે ખાંડ જેવી વસ્તુઓ

ગરમીમાં કીડી મકોડાના સૌથી મોટો ત્રાસ હોય છે. આ ગરમીમાં કીડીઓ અનેક ખાવાની વસ્તુઓમાં પણ ચડી જતી હોય છે. ખાંડ જેવી અનેક વાનગીઓમાં ગરમીમાં કીડી થઇ જતી હોય છે. આમ, ગરમીમાં અનેક ખુણામાં પણ કીડીઓ લાઇન કરીને ચાલતી હોય છે. આ સિવાય ઘરમાં પડેલો સામાન, કબાટ પણ ઘણી વાર કીડીઓ થઇ જતી હોય છે. પરંતુ તમે આ ઘરેલું ઉપાયોથી કીડીઓને ઘરમાંથી ભગાડી શકો છો.

કપૂર

પૂજા-પાઠ દરમિયાન કપૂર સળગાવવાનું અનેરું મહત્વ છે. કપૂર તમારા ઘરમાં રહેલી કીડીઓને ભગાડવાનું કામ કરે છે. આ માટે તમે કપૂરને વાટી દો અને એનો પાઉડર બનાવી લો. આ પાવડરને કીડીઓ જ્યાં નિકળી હોય ત્યાં નાંખી દો. આ કપૂર તમે કબાટમાં પણ રાખી શકો છો. આની સુગંધથી તમારા ઘરમાં રહેલી કીડીઓ તરત જ ભાગવા લાગશે.

મીઠું

મીઠું દરેક લોકોના રસોડામાં હોય છે. મીઠું કીડીઓ ભગાડવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ગ્લાસમાં પાણીમાં 2-3 ચમચી મીઠું ઉમેરો અને પછી ઉકાળો. ત્યારબાદ આને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તમારા ઘરમાં કીડીઓ જ્યાં વધારે આવે છે ત્યાં આ પાણી સ્પ્રે કરો. આમ કરવાથી કીડીઓ બધી જતી રહેશે.

લવિંગ

લવિંગની સુગંધથી કીડીઓ તરત જ ઘરની બહાર ભાગવા લાગે છે. તમારા ઘરમાં જ્યાં પણ કીડીઓ આવે છે ત્યાં લવિંગને મુકી દો. આમ કરવાથી એ જગ્યા પર કીડીઓ આવતી બંધ થઇ જશે.

લાલ મરચું

ગરમીમાં નિકળતી કીડીઓને ભગાડવા માટે લાલ મરચું સૌથી બેસ્ટ છે. અનેક લોકોના ઘરમાં ટાઇલ્સમાંથી કીડીઓની લાઇન થતી હોય છે. આ કીડીઓની લાઇન પર તમે લાલ મરચું નાંખી દો. લાલ મરચું તમારા ઘરમાં રહેલી કીડીઓને ભગાડવાનું કામ કરે છે.  

Related Posts