સુરતની શહેરની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી, હોસ્પિટલની અંદર ફરે છે કૂતરા
સુરતની આ છે સિવિલ હોસ્પિટલ છે જ્યાં ફરે છે કૂતરા …જુઓ આ અહેવાલ સુરત સિવિલ હોસ્પિટલ જાણે વિવાદનો પર્યાય બની હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં સંપડાય છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલના બીજા માળ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં હોય તે વોર્ડમાં શ્વાન ફરી રહ્યો હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી.
સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એક તરફ હોસ્પિટલની સુરક્ષાના દાવા કરે છે તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા ના હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે સુરત સિવિલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, એક શ્વાન સિવિલ હોસ્પિટલના બીજા માળે દર્દીઓ જે રૂમમાં સારવાર લઇ રહ્યા છે તે હોલમાં ફરી રહ્યો છે.
આ વાતની જાણ દર્દીના સગા સંબંધીને થઇ હોવાના કારણે તેમણે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. દર્દીના સગા-સંબંધી દ્વારા શ્વાનને હોલની બહાર કાઢવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, પહેલા જ્યારે વિડિયો ઉતાર વ્યક્તિ શ્વાનને ભગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે શ્વાન દર્દીના બેડની નીચે ચાલ્યુ જાય છે અને ત્યારબાદ તે વ્યક્તિ શ્વાનને ભગાડવામાં સફળ થાય છે. જ્યારે વીડિયો ઉતારનાર વોર્ડમાં હાજર રહેલા આરોગ્યકર્મીને સવાલ કરે છે કે, બીજા માળ પર શ્વાન ચડી જાય છે ત્યારે આરોગ્યકર્મી દ્વારા મોઢું હલાવીને માત્ર હા એમ કહેવામાં આવે છે. આ ઘટના ખૂબ જ ગંભીર કહેવાય કારણ કે સારવાર લઈ રહેલા દર્દીઓની આસપાસ જ શ્વાન ફરતા હોય તો દર્દીઓના આરોગ્ય લઈને પણ સવાલ ઉભા થાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીને લઇને આગામી દિવસોમાં હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જવાબદાર લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે આગામી દિવસોમાં જ જોવાનું રહેશે….
Recent Comments