ગુજરાત

હાલોલ તાલુકાના ટપલાવાવ ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામના જંગલમાં સંતાડી રાખેલો 8,95,920/- રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 324 નંગ પેટીઓ જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 3,888 નંગ બોટલો સાથે સ્થળ પરથી એક ઈસમને ઝડપી પાડી ઝડપાયેલા આરોપી સહિત વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા અન્ય 3 બુટલેગરો મળી કુલ 4 લોકો સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસની ટીમે જિલ્લા પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટેની કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના પી.આઈ જે.એન.પરમારને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામે રહેતો બુટલેગર દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા તથા ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે બાઢવા ફળિયામાં રહેતો રાજુભાઈ વીપીનભાઈ રાઠવાનાઓ ભેગા મળીને ટપલાવાવ ગામના જંગલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સંતાડી રાખી સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીના આધારે એલસીબી પોલીસના પીએસઆઇ આઈ. એ.સીસોદીયા તથા એલસીબી પોલીસની ટીમે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામના જંગલમાં જઈ છાપો મારી બાતમીવાળા સ્થળેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ 324 જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની બોટલો નંગ 3,888 જેની કુલ કિંમત 8,95,920/- રૂપિયાનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી સ્થળ પરથી અલ્કેશભાઈ રમેશભાઈ રાઠવા, રહે. બાઢવા ફળિયા, રણજીત નગર તા. ઘોઘંબાનાઓને ઝડપી પાડી ટપલાવાવ ગામના જંગલમાં દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો સંતાડી રાખી સગેવગે કરવાની પેરવીના મુખ્ય સૂત્રધાર અને બુટલેગર દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા, રાજુભાઈ વિપિનભાઈ રાઠવા, અને જગદીશભાઈ ઉર્ફે જંગલો કલ્યાણસિંહ બારીઆ, રહે. ટપલાવાવ, તા.હાલોલ અને ઝડપાયેલ આરોપી સહિત કુલ 4 વ્યક્તિઓ સામે જિલ્લા એલસીબી પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે

Related Posts