સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે આવેલ શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આંબરડી ખાતે હિન્દી દિવસ નિમિત્તે સાહિત્યિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હિન્દી સાહિત્યની સમૃદ્ધ પરંપરાથી માહિતગાર કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપ વિદ્યાર્થીઓએ પ્રેમચંદજી, રામધારીસિંહ ‘દિનકર’ અને હરિવંશરાય બચ્ચન જેવા મહાન સર્જકોની કવિતાઓનું ભાવસભર પઠન કરીને ભાષાપ્રેમની સુવાસ પ્રસરાવી હતી.
હિન્દી વિષયના શિક્ષિકા પ્રજ્ઞાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
શાળાના આચાર્યશ્રી એમ.ડી. માલવિયા તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી દિપકભાઈ માલાણીએ સફળ આયોજન બદલ માર્ગદર્શક શિક્ષિકા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સાહિત્યિક સંવર્ધન માટે પ્રોત્સાહિત કર્યા હતા.














Recent Comments