[11:59 am, 14/9/2026] GUJ. INF. GUJARATI. PR: સમગ્ર દક્ષિણ એશિયામાં
પ્રથમવાર આવતીકાલથી તા.૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર -ગુજરાત ખાતે ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’નું આયોજન કરશે.
ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
આ ફોરમનું આયોજન ‘સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી’ (Circular Economy: Transition for People and Prosperity) થીમ હેઠળ કરવામાં આવશે, ત્યારબાદ ૧૭ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન એક્સેલરેટર સત્રો યોજાશે. જ્યારે તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપનાર અન્ય મહાનુભાવોમાં ગુજરાતના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA) ના પ્રમુખ શ્રી એટે જાસ્કેલાઈનન, આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ) ના સર્ક્યુલર ઇકોનોમી નિયામક શ્રીમતી મેરીકે સ્પાઇકરબોઅર તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે.
સર્ક્યુલરિટીનો મુખ્ય હેતુ હાલની સામગ્રી અને ઉત્પાદનોનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇક્લિંગ કરીને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે ફરીથી અર્થતંત્રમાં લાવવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ, ભારત પર્યાવરણીય શાસનમાં એક મોટો બદલાવ લાવી રહ્યું છે અને આધુનિક સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
WCEF 2026 નો મુખ્ય ઉદ્દેશ્ય સર્ક્યુલરિટીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટેના ભારતના પ્રયાસોને દર્શાવવાનો છે. આ ઇવેન્ટમાં અંદાજે ૬૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ હિસ્સેદારો ભાગ લેશે. જેમાં વ્યાપારી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો સામેલ થશે.
તા.૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન, આ ફોરમમાં AI નો ઉપયોગ, રોજગારની ક્ષમતા, ઉર્જા ઉત્પાદન, નાણા, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા વિષયો પર ૦૪ પ્લેનરી અને ૧૬ સંતોષકારક થીમ આધારિત સત્રો યોજાશે. આ ઉપરાંત,૧૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ સાથેનો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યવહારુ ઉકેલોનું પ્રદર્શન કરશે.
આ ઉપરાંત તા. ૧૭-૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, વૈશ્વિક સહયોગીઓ ગાંધીનગર તેમજ વિશ્વભરના અન્ય સ્થળોએ ઓનલાઇન/હાઇબ્રિડ અને રૂબરૂમાં ૮૦ એક્સેલરેટર સત્રો સ્વતંત્ર રીતે યોજશે.
તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સમાપન સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ફિનલેન્ડના આબોહવા અને પર્યાવરણ મંત્રી શ્રીમતી સારી મુલ્તાલા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ હાજર રહેશે.
આ કાર્યક્રમનું સમાપન સિત્રાના પ્રમુખ દ્વારા આગામી યજમાનને વિધિવત હેન્ડઓવર કરીને કરવામાં આવશે.
[8:12 pm, 14/9/2026] GUJ. INF. GUJARATI. PR: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ હોસ્ટેલ/કેન્ટીનની તપાસ માટે આદેશ આપ્યા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સ્પેશ્યલ ડ્રાઇવ: રાજ્યભરમાં ૨૦૦ હોસ્ટેલ/કેન્ટીનમાં દરોડા દરમિયાન ૬૧ ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવી, ૯૮ નમુના લેવામાં આવ્યા અને ૧૦ હોસ્ટેલ/કેન્ટીનમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિને પગલે સ્વંયભુ બંધ
**
રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે અને તાજેતરમાં પી. પી. સવાણી શાળા ની હોસ્ટેલ, સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગ ની ઘટના ને ગંભીરતાથી લેતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને હોસ્ટેલ/કેન્ટીન તપાસ માટેની સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવાની સુચના આપેલ.
તંત્ર દ્વારા તા: ૧૪-૦૯-૨૦૨૬ ના ૦૬:૦૦ વાગ્યા સુધી માં નીચે મુજબ ની કામગીરી હાથ ધરેલ.
• તપાસ કરેલ હોસ્ટેલ/કેન્ટીન ની સંખ્યા: ૨૦૦
• સરકારી: ૪૭
• અર્ધ સરકારી: ૨૧
• પ્રાઇવેટ: ૧૩૨
• આપેલ ઇમ્પ્રુવમેન્ટ નોટીસની સંખ્યા: ૬૧
• લીધેલ નમુના ની સંખ્યા: ૧૧૪
• સ્વંયભુ બંધ: ૧૦
• લાયસન્સ સસ્પેન્ડ: ૧
સુરતના અબ્રામા વિસ્તારમાં ગત ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં ૧૦૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ને અસર થયેલ જેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સમગ્ર રાજ્યની તમામ હોસ્ટેલ/કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગે સઘન ચકાસણી હાથ ધરવા માટે ખાસ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે.
રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.














Recent Comments