દરેક લોકોને આઇસ્ક્રીમ ખાવાની મજા આવતી હોય છે. એમાં પણ ગરમીમાં કોઇ કુલ્ફી, આઇસ્ક્રીમ જેવું ઠંડું આપી દે તો ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. તો આજે અમે તમને શીખવાડિશું કે કેવી રીતે ઘરે સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ બનાવશો. સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવે છે. તો ફટાફટ નોંધી લો તમે પણ આ રેસિપી…
સામગ્રી
300 મિ,લી તાજુ ક્રીમ
અડધો કપ ફેટવાળુ દૂધ
¼ કપ ખાંડ
4 મોટી ચમચી સ્ટ્રોબેરી ક્રશ
¼ નાની ચમચી મીઠું
બનાવવાની રીત
- સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર લો અને એમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ખાંડ, સ્ટ્રોબેરી ક્રશ અને મીઠું નાંખીને ચન કરી લો. જો તમારી પાસે સ્ટ્રોબેરી ક્રશ નથી તો તમે લાલ ફુડ કલર પણ નાંખી શકો છો. આ માટે તમે એક ચમચી લાલ ફુડ કલરનો ઉપયોગ કરી શકો છો.
- મિશ્રણ બરાબર થઇ જાય એટલે એક એર ટાઇટ ડબ્બામાં ભરી લો અને 2 કલાક માટે ફ્રિજમાં મુકી રાખો.
- હવે 2 કલાક પછી ફ્રિજમાંથી કાઢી લો અને ફરીથી બ્લેન્ડ કરી લો.
- આ બ્લેન્ડ તમારે 3 થી 4 મિનિટ સુધી કરવાનો રહેશે.
- પછી આ આઇસ્ક્રીમને એર ટાઇટ ડબ્બામાં ભરી લો અને બટર પેપરની મદદથી ઢાંકી દો.
- હવે 7 થી 8 કલાક માટે ફ્રિજરમાં મુકી દો.
- હવે ફ્રિજમાંથી બહાર કાઢો.
- તો તૈયાર છે સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ
આ આઇસ્ક્રીમ પર તમે સ્ટ્રોબેરીના કટકા કરીને સર્વ કરો.


















Recent Comments