ત્રણ જિલ્લા ના ૨૫ થી વધુ ગ્રામ્ય ને જોડતા અમરેલી જિલ્લા પંચાયત માર્ગ ઉપર પુલ બનાવવા બાંધકામ સમિતિ ના ચેરમેન ગજેરા ની ભલામણ
દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા ના માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ની વારંવાર ની ગ્રામ્ય વિસ્તારો માંથી લેખિત રજુઆત બાદ અમરેલી પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન પુનાભાઈ ગજેરા દ્વારા બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ની ભલામણ કરાય દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર વરસાદી ચાલતી પાણી થી ૨૫ થી વધુ ગ્રામ્ય માં અવરજવર બંધ રહેવા પામે છે અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ બોટાદ જિલ્લા ના વિકળિયા હડમતિયા ઠોડા લાખાવાડ ભાવનગર જિલ્લા ના સરકડીયા ભૂતિયા જરીયા પીપરડી તરફ જતા માર્ગ વરદાદી ચાલતા પાણી થી દિવસો કે કલાકો સુધી બંધ રહેવા પામે છે દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ ઉપરાંત અસંખ્ય ખેડૂતો ની ખેતી ની જમીન માં સદંતર અવરજવર બંધ રહેતી હોવા ની સમસ્યા માટે દામનગર સ્થાનિક નટવરલાલ જે ભાતિયા સહિત અનેકો ની અવાર નવાર ની માંગ અમરેલી જિલ્લા પંચાયત માં થતી રહી છે ત્યારે આ અંગે અમરેલી જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન ગજેરા ને ધ્યાને મૂકી યોગ્ય નિકાલ કરવા રજુઆત કરતા ગજેરા દ્વારા જિલ્લા પંચાયત અમરેલી કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી પુલ બનાવી સમસ્યા ઉકેલવા ભલામણ કરાઈ છે
Recent Comments