આયુષ્માન ભારત કાર્ડ યોજના અંગે લાઠી તાલુકા પંચાયતમાં તલાટી મંત્રીની મીટિંગ તા.૯/૬/૨૨ ના રોજ લાઠી તાલુકા મુકામે તાલુકા પંચાયત માં આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટેની TDO શ્રી ના સંકલન મા રહી તાલુકા આરોગ્ય અધિકારી ડો. મકવાણા ના અધ્યક્ષ સ્થાને મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ ગામ ના તલાટી મંત્રી સાથે રહી આગામી ૧૦ દિવસ નું આયોજન કરવામાં આવ્યું, જે લોકો ને આવક ના દાખલા કઢાવવાં ના બાકી હોય તેમના દાખલા તાત્કાલિક કાઢી આપવા સૂચન આપેલ, જે લાભાર્થી ને આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા ના બાકી હોય એ તમામ લોકો ના કાર્ડ વહેલી તકે અને છેવાડાના ગામ સુધી ના તમામ વર્ગ ને આરોગ્યલક્ષી લાભ મળે તેવી પહેલ કરવામાં આવી.હાજર તમામ તલાટી મંત્રી શ્રી ને જરૂરી સૂચન પૂરું પાડેલ તેમજ વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એ અંગે સૂચના આપવા મા આવેલ છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા ની અધ્યક્ષતા માં આયુષ્માન ભારત કાર્ડ યોજના અંગે લાઠી તાલુકા પંચાયતમાં તલાટી મંત્રીની મીટિંગ મળી

Recent Comments