fbpx
બોલિવૂડ

ઈશા ગુપ્તાના ઘઉવર્ણા રંગને કારણે લોકો અજીબોગરીબ સલાહ આપી રહ્યા છે

ઇશા ગુપ્તાએ ‘આશ્રમ-૩’ સીરીઝમાં બોબી દેઓલની સાથે ખુબ બધા ઇન્ટિમેટ સીન્સ આપ્યાં છે. બંનેએ લવ મેકિંગ સીન જાેઇ દર્શકોનાં હોશ ઉડી ગયા હતાં. સીરીઝ દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે. રિલીઝ થયાનાં થોડા જ દિવસોમાં તેનાં ૧૦૦ મિલિયન વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે. મજાની વાત એ છે કે, વિવાદોની ચિંતા કર્યા વગર ઇશા આ સીરીઝની સફળતા માટે સાતમા આસમાને છે. આ બધાની વચ્ચે ઇશા તે વાતો યાદ કરી રહી છે જે તેને કરિઅરની શરૂઆતનાં દિવસોમાં મળી હતી તેનાં ઘઉવર્ણા રંગને કારણે. લોકો તેને અજીબોગરીબ સલાહ આપી રહ્યાં હતાં. ઇશા ગુપ્તાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેનાં ઘઉવર્ણા રંગને કારણે તેને ઇજેક્શનની મદદથી ફેર સ્કિન કરવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેને નોઝ શાર્પ (નાક અણીદાર) કરવાની સલાહ આપવામાં આવી હતી ‘કરિઅરની શરૂઆતનાં દિવસોમાં કોઇ મારા ગોળ નાકને શાર્પ કરવાની સલાહ આપતું તો કોઇ મારી ઘઉવર્ણી ત્વચાને ઇંજેક્શન લગાવી ગોરી કરવાની સલાહ આપતું’ ઇશા કહે છે કે, તેનાાં જીવનમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેને ઇજેક્શન લેવા માટે તે અંગે માહિતી પણ ભેગી કરવાની શરૂ કરી. ત્યારે તેને માલૂમ થયું કે, આ ઇઝેક્શનનો ભાવ ૯ હજાર રૂપિયા છે. તેણે વાતચીત દરમિયાન તે ઇજેક્શનનું નામ જણાવવાની ના પાડી હતી. ઇશાએ એમ પણ કહ્યું કે, સારા દેખાવા માટે એક્ટ્રેસ પર ઘણું પ્રેશર હોય છે. તેથી તે ક્યારેય નથી ઇચ્છતી કે તેની દીકરી એક્ટ્રેસ બને. નહીં તો નાની ઉંમરથી જ તેનાં પર સુંદર દેખાવવા માટે દબાણ બનાવામાં આવશે. તેની ઇચ્છા છે કે તેની દીકરી નોર્મલ રીતે તેનું જીવન જીવે. તે તેની દીકરીને એથલીટનાં રૂપમાં જાેવાં ઇચ્છે છે.ઇશા ગુપ્તાએ તેનાં કાળા સ્કિન ટોન અંગે એક શૉકિંગ ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, ગોરી થવા માટે તેને તે ઇજેક્શન અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો જે ડાર્ક સ્કિન ટોનને ફેર કરે છે. આપને જણાવી દઇએ કે હાલમાં ઇશા ગુપ્તા તેની વેબ સિરીઝ ‘એક બદનામ- આશ્રમ-૩’ને કારણે ચર્ચામાં છે. એમ પણ તે તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Follow Me:

Related Posts